અનિલ કપૂરનાં ભાણિયાનાં અંબાણી પરિવારની દીકરી સાથે લગ્ન, પહોંચ્યા બોલિવૂડ સ્ટાર - Sandesh
  • Home
  • Photo Gallery
  • અનિલ કપૂરનાં ભાણિયાનાં અંબાણી પરિવારની દીકરી સાથે લગ્ન, પહોંચ્યા બોલિવૂડ સ્ટાર

અનિલ કપૂરનાં ભાણિયાનાં અંબાણી પરિવારની દીકરી સાથે લગ્ન, પહોંચ્યા બોલિવૂડ સ્ટાર

 | 4:15 pm IST

બોલિવૂડ અભિનેતા મોહિત મારવાહ 20 ફેબ્રુઆરીએ પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ અંતરા મોતીવાલની સાથે લગ્નનાં બંધનમાં જોડાશે. લગ્નનાં એક દિવસ પહેલાં 19  ફેબ્રુઆરીએ મોહિત અને અંતરાની મહેંદી અને સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેન પરિવારની સાથે કેટલાંક બોલિવૂડ સ્ટાર પણ હાજર હતા. સોનમ કપૂર, અર્જુન કપૂરનાં કઝિન ભાઈ મોહિતનાં લગ્ન ફંકશન્સમાં ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, આથિયા શેટ્ટી, કિયારા અડવાણી, પ્રોડ્યૂસર રિયા કપૂર, સિધ્ધાર્થ કપૂર, સંજય કપૂર, શ્રીદેવ, બોની કપૂર સહિત કેટલાંક સ્ટાર પહોંચ્યા હતા. ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ મહેંદી સેરેમનીનાં ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર પિંક કલરના લહેંગામાં એકદમ સુંદર દેખાઈ રહી હતી.