મોહિતની આગામી રોમેન્ટિક થ્રિલરમાં દેખાશે ક્રિતિ-આદિત્ય  - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • મોહિતની આગામી રોમેન્ટિક થ્રિલરમાં દેખાશે ક્રિતિ-આદિત્ય 

મોહિતની આગામી રોમેન્ટિક થ્રિલરમાં દેખાશે ક્રિતિ-આદિત્ય 

 | 1:23 am IST

વર્ષ ૨૦૧૮માં બોલિવૂડ ફિલ્મ જગતમાં અનેક નવી જોડીઓ જોવા મળવાની છે. આ જોડીઓમાં વધુ એક નામ ઉમેરાઇ ગયુ છે. દિગ્દર્શક મોહિત સૂરીની આગામી રોમેન્ટિક થ્રિલર ફિલ્મમાં ક્રિતિ સેનોન અને આદિત્ય રોય કપૂરની જોડી જોવા મળે એવા અહેવાલો છે. આ ફિલ્મ ગયા વર્ષે જ ફલોર પર જવાની હતી, પરંતુ કોઇ કારણોસર આ પ્રોજેક્ટને પાછળ ધકેલી દેવાયો હતો. હવે આ ફિલ્મનું શૂટિંગ મે મહિનાથી શરૂ થાય એવી શકયતા છે. મોહિત સૂરી આ ફિલ્મ માટે આદિત્ય અને ક્રિતિ સાથે ચર્ચા કરી રહ્યા  છે. ક્રિતિ અત્યારે પોતાની આગામી ફિલ્મ અર્જુન પટિયાલા દિલજિત દોસાંજ સાથે કરી રહી છે. ફિલ્મ અર્જુન પટિયાલાની શૂટિંગમાં ક્રિતિ વ્યસ્ત છે.