હિજાબને કારણે સ્પર્ધામાં નહી જવાનો નિર્ણય કરનાર સૌમ્યાને કૈફે આપ્યો આવો જવાબ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • હિજાબને કારણે સ્પર્ધામાં નહી જવાનો નિર્ણય કરનાર સૌમ્યાને કૈફે આપ્યો આવો જવાબ

હિજાબને કારણે સ્પર્ધામાં નહી જવાનો નિર્ણય કરનાર સૌમ્યાને કૈફે આપ્યો આવો જવાબ

 | 4:23 pm IST

ભારતની શતરંજ ખેલાડી સૌમ્યા સ્વામીનાથન અત્યારે ચર્ચામાં છે. હિજાબને કારણે સૌમ્યાએ ઈરાન જઇને ચેસ ચેમ્પિયનમાં ભાગ લેવાની ના કહી દીધી છે. સૌમ્યાનાં આ નિર્ણયની સોશિયલ મીડિયા પર પ્રસંશા થઇ રહી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે પણ તેને સલામ કરી છે. ઈરાનમાં ચેસ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે હિજાબ ફરજિયાત પહેરવાનો હોવાથી સૌમ્યાએ આ સ્પર્ધામાં ભાગ લેવાની ના કહી દીધી છે.

ઈરાનમાં થનારી આ સ્પર્ધામાં દરેક મહિલાઓ માટે આ નિયમ છે કે તે હિજાબ પહેરીને જ રમે. સૌમ્યાએ આ નિયમને તેના અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યો અને આ સ્પર્ધામાં જવાની ના કહી દીધી. સૌમ્યાએ આ નિયમનો વિરોધ કરતા એક પોસ્ટ પણ લખી છે. સૌમ્યાએ લખ્યું કે દરેક વખતે જ્યારે તે રાષ્ટ્રીય ટીમમાં પસંદગી પામે છે અને ભારતનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે તે ઘણું જ ગૌરવ અનુભવે છે. તેણે કહ્યું કે, “મને ઘણો અફસોસ છે કે હું આ મહત્વપૂર્ણ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા અસમર્થ છું.”

ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે સૌમ્યાનાં આ નિર્ણયની તારીફ કરતા તેને સલામ કરી છે. કૈફે ટ્વિટ કરીને લખ્યું કે, ‘ઇરાનમાં થનારી સ્પર્ધામાંથી નામ પરત ખેંચી લેવા માટે તને સલામ છે સૌમ્યા સ્વામીનાથન. ખેલાડીઓ પર કોઇપણ રીતે ધાર્મિક ડ્રેસ કોડ લાગુ ના કરી શકાય. યજમાન દેશને પણ આવુ ના કરવાની અનુમતિ હોવી જોઇએ. આ માનવ અધિકારોની વિરુદ્ધ છે.’