Moin Ali is running out of Team India to take advice from Harbhajan Singh
  • Home
  • Sports
  • Cricket
  • આ ભારતીય સ્પિનરની સલાહ લઇ ટીમ ઇન્ડિયાને હંફાવી રહ્યો છે મોઇન અલી

આ ભારતીય સ્પિનરની સલાહ લઇ ટીમ ઇન્ડિયાને હંફાવી રહ્યો છે મોઇન અલી

 | 3:04 pm IST

ભારત વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાં સ્પિનર મોઇન અલી અત્યાર સુધીમાં કોઇ ખાસ કમાલ કરી શક્યો નથી, આ જ કારણે તે પોતાના પ્રદર્શનથી ખુશ નથી. ઓવલની પિચ પર પોતાની સ્પિન પોલિંગને નિખારવા માટે મોઇન અલી દિગ્ગજ ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહ પાસેથી સલાહ લઇ રહ્યો છે.

હરભજને તે વાતની પુષ્ટિ કરી છે કે મોઇન અલી તેની પાસેથી પોતાની બોલિંગ માટે સલાઇ લઇ રહ્યો છે. હરભજને મોઇન અલી સાથે થયેલ વાતચીતના કેટલાક અંશો મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા છે જે અનુસાર,’મોઇન ઓફ સ્ટમ્પ બહાર રફ પર પોતાની બોલિંગથી સંતુષ્ટ ન હતો, આ માટે તેને મને પોતાની બોલિંગ જોવાનું કહ્યું.’

હરભજને આગળ જણાવ્યું કે,’મેં તેને જણાવ્યું કે, તમે સારી રીતે બોલિંગ કરી રહ્યા છો, પુરંતુ રફને હીટ કરવાનો તમે કંઇક વધારે જ પ્રયાસ કરી રહ્યા છો. આ પિચ પર વધારે તિરાડો નથી માટે અહિંયા એક સારી પિચ પર બોલિંગ કરવું વધારે સારૂ છે.’ હરભજનનું માનવું છે કે, મોઇનને પોતાના પેસ પર કામ કરવાની જરૂરીયાત છે. ઘણી વાર જ્યારે તિરાડો મોટી નછી હોતી તો આઉટસાઇડ એજ પણ ઇનસાઇડ એજ માફક ખુબ વધારે લાગે છે. માટે તેમણે મોઇનને આરામથી બોલિંગ કરવા કહ્યું છે.

રવિવારે મોઇને હરભજનની સલાહ અનુસાર બોલિંગ કરી અને 2 વિકેટ પણ લીધી. હરભજને પણ મોઇનની બોલિંગને લઇ ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, બીજી ઇનિંગમાં વિકેટમાં વધુ તિરાડો આવી શકે છે અને તેના જ અનુસાર બોલિંગમાં બદલાવ કરવાની જરૂરીયાત ઉભી થઇ શકે છે. નોંધનિય છે કે, સાઉથમ્પટનમાં પોતાના સૌથી સારા બોલિંગ પ્રદર્શન માટે ટીમના બોલિંગ સલાહકાર અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર સકલૈન મુશ્તાકને શ્રેય આપ્યો હતો. મોઇને ચોથી ટેસ્ટમાં કુલ 9 વિકેટો લીધી હતી.