Mona Singh Is All Set To Merry With Long Term BF In December
  • Home
  • Featured
  • Photos: 38ની ઉંમરમાં લગ્ન કરવા જઇ રહી છે આ જાણીતી અભિનેત્રી, ખુદ આપ્યા સંકેત

Photos: 38ની ઉંમરમાં લગ્ન કરવા જઇ રહી છે આ જાણીતી અભિનેત્રી, ખુદ આપ્યા સંકેત

 | 6:32 pm IST

સેલિબ્રિટી ભલે બોલીવુડનાં હોય કે પછી ટીવીનાં, તમામ સ્ટાર્સની અલગ જ ફેન ફોલોઇંગ છે. આ ફેન્સ સ્ટાર્સની વ્યક્તિગત જિંદગી વિશે જાણવા ઇચ્છે છે. તો સ્થિતિ એ છે કે આ સ્ટાર્સ વિશે થોડીક પણ જાણકારી સામે આવે છે તો તે સોશિયલ મીડિયા પર થોડીક જ વારમાં વાયરલ થઇ જાય છે. તો વાતો જ્યારે લગ્નની આવે છે તો વાત સેંકડોમાં જ વાયરલ થઈ જાય છે. આવા જ સમાચાર સીરિયલ ‘જસ્સી જૈસી કોઈ નહીં’થી જાણીતી બનેલી મોના સિંહને લઇને આવ્યા છે.

મોના સિંહ 38 વર્ષની છે અને તેના વિશે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તે ગુપચુપ લગ્ન કરવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાના લોન્ગ ટર્મ બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરશે. રિપોર્ટનું માનવું છે કે મોના સિંહ છેલ્લા 1 વર્ષથી રિલેશનશિપમાં છે, ત્યારબાદ હવે જઇને તેણે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. ખાસ વાત એ છે કે મોના સિંહ આ જ વર્ષે ડિસેમ્બરમાં લગ્નનાં બંધનમાં બંધાઈ શકે છે.

જ્યારે મોના સિંહને આ વિશે પુછવામાં આવ્યું તો તેણે કંઇ પણ બોલાવું ના કહી દીધું. તેનું કહેવું છે કે, “હું અત્યારે કંઇ પણ શેર ના કરી શકું.” બસ મોનાનાં આ જ ઇનકારનાં કારણથી લગ્નનાં સમાચાર વધારે ઝડપી બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન