Photos: મોનાલિસાએ ખુબજ હોટ તસવીરો શેર કરી સોશિયલ મીડિયા ઘેલુ કર્યુ, જુઓ તેનો અંદાજ
ભોજપુરી અને ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી, મોનાલિસાએ (Monalisa) ઇન્સ્ટાગ્રામ પર ફરી એકવાર ધુમ મચાવી છે. મોનાલિસાનો બેડરૂમ લૂક દર્શકોને ખુબજ પસંદ આવી રહયો છે જ્યારે બીજો મોનાલિસાની પાર્ટીનો રેડ કાર્પેટ લુક. મોનાલિસા આ બંનેમાં સુંદર દેખાઈ રહી છે.
પહેલો ફોટો એક્ટ્રેસ મોનાલિસા (Monalisa) નો રેડ કાર્પેટ કમ પાર્ટી લૂક છે. આ ફોટામાં અભિનેત્રીએ હળવા બ્લુ કલરનો ગાઉન પહેર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ બીજી તસવીરમાં મોનાલિસાના (Monalisa) બેડરૂમમાં આઉટફિટ એટલે કે નાઇટ ડ્રેસમાં છે. તેનો રંગ પણ આછો વાદળી છે. આ ફોટામાં અભિનેત્રી બેડરૂમમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
આ પહેલા પણ મોનાલિસા સતત નવા-નવા અવતારમાં તેના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. મોનાલિસાએ 100 થી વધુ ભોજપુરી ફિલ્મો કરી છે. લોકડાઉન દરમિયાન તેણે તેનું 7 કિલો વજન ઓછું કર્યું છે. તાજેતરના સમયમાં, તે નવા ટીવી શો ‘નમક ઇશ્ક કા’ માં એક મહત્વપૂર્ણ પાત્ર ભજવી રહી છે, જેને તેના ચાહકો ખૂબ પસંદ કરે છે.
મોનાલિસા તાજેતરમાં જ નજર નામના એક શોમાં જોવા મળી હતી. જે લોકડાઉન અને કોરોનાને કારણે બંધ કરવામાં આવ્યો હતો. મોનાલિસાએ લગભગ દરેક ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ, પવન સિંહ, દિનેશ લાલ યાદવ નિરહુઆ અને રવિ કિશન સાથે કામ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન