એક ક્લિક પર વાંચો સોમવારનું પંચાંગ - Sandesh
  • Home
  • Astrology
  • એક ક્લિક પર વાંચો સોમવારનું પંચાંગ

એક ક્લિક પર વાંચો સોમવારનું પંચાંગ

 | 7:00 pm IST

તા. ૧૨/૨/૨૦૧૮, સોમવાર

સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૭-૧૬ ૮-૦૪ ૧૮-૩૨
રાહુકાળ : દિવસે ક. ૦૭-૩૦ થી ૦૯-૦૦

દિવસનાં ચોઘડિયાં : ૧. અમૃત, ૨. કાળ, ૩. શુભ, ૪. રોગ, ૫. ઉદ્વેગ, ૬. ચલ, ૭. લાભ, ૮. અમૃત.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. ચલ, ૨. રોગ, ૩. કાળ, ૪. લાભ, ૫. ઉદ્વેગ, ૬. શુભ, ૭. અમૃત, ૮. ચલ.

સૂર્ય કુંભ રાશિમાં ક. ૨૬-૪૯થી, ચંદ્ર પરમ દક્ષિણ ક્રાંતિ, સર્વોદય દિન
વિક્રમ સંવત : ૨૦૭૪, મહા વદ બારસ, સોમવાર, તા. ૧૨-૦૨-૨૦૧૮.

વીર (જૈન) સંવત : ૨૫૪૪.
શાલિવાહન શક : ૧૯૩૯.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૯.
ભારતીય દિનાંક : ૨૩-માઘ.
પારસી માસ : શહેરેવર.
રોજ : ૩૦-અનેરાન.
મુસ્લિમ માસ : જમાદિ ઉલ અવ્વલ.
રોજ : ૨૫.
દૈનિક તિથિ : વદ એકાદશી ક. ૨૦-૦૫ સુધી.
ચંદ્ર નક્ષત્ર : પૂર્વાષાઢા ક. ૨૬-૦૪ સુધી પછી ઉત્તરાષાઢા.
ચંદ્ર રાશિ : ધનુ (આખો દિવસ).
જન્મ નામાક્ષર : ધનુ (ભ.ધ.ઢ.ફ.).
કરણ : તૈતિલ/ગર.
યોગ : વજ્ર ક. ૧૩-૪૦ સુધી પછી સિદ્ધિ.

વિશેષ પર્વ : સૂર્ય નિરયન કુંભ રાશિમાં પ્રવેશ ક. ૨૬-૪૯થી. * ચંદ્ર પરમ દક્ષિણ ક્રાંતિ ૨૦ અંશ. * બુધ-ગુરુનું ક્રાંતિ સામ્ય. * સર્વોદય દિન. * કૃષિ જ્યોતિષ : સૂર્યની નિરયન કુંભ સંક્રાંતિમાં સૂર્યનારાયણ તા. ૧૩ ફેબ્રુઆરીથી ૧૪ માર્ચ સુધી રહે છે. તેલીબિયાં બજારમાં આ સૂર્ય સંક્રાંતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. હવામાન શાસ્ત્ર પ્રમાણે પિૃમ ભારતમાં ખાસ કરીને ગુજરાત-સૌરાષ્ટ્ર- કચ્છમાં ‘મહા માસ મેલો (વાદળવાળો) હોય અને ચૈત્ર માસ ચોખ્ખો (વાદળ વિનાનો-નિર્મળ)’ હોય તે સારી નિશાની ગણાય છે. મહા માસના અંતિમ સપ્તાહમાં નક્ષત્ર પરિચય-આકાશદર્શન ગોઠવી શકાય.