આર્થિક સ્થિતી સુધારવા અમલમાં મુકો કોઈપણ એક ઉપાય - Sandesh
  • Home
  • Astrology
  • આર્થિક સ્થિતી સુધારવા અમલમાં મુકો કોઈપણ એક ઉપાય

આર્થિક સ્થિતી સુધારવા અમલમાં મુકો કોઈપણ એક ઉપાય

 | 1:47 pm IST

વર્તમાન સમયમાં આર્થિક સંકળામણમાં જીવન પસાર કરવું મુશ્કેલભર્યું લાગે છે. તેમાં પણ ઘણા લોકો તો અથાગ મહેનત કરે છે છતાં બે પાંદડે થઈ શકતાં નથી. ભાગ્ય પણ જ્યારે સાથ ન આપે ત્યારે ધાર્યા પણ ન હોય તેવા ખર્ચા નુકસાન વ્યક્તિને થાય છે. આ કારણે વ્યક્તિની આર્થિક અને માનસિક સ્થિતી પણ ખરાબ રહે છે.

સમસ્યાઓથી ઘેરાયેલી વ્યક્તિ કોઈપણ ભોગે તેમાંથી છૂટકારો મેળવવા માંગે છે. આ કામમાં મદદ કરી શકે છે જ્યોતિષ શાસ્ત્રના આ બે સરળ ટોટકા. આ ટોટકા કે ઉપાય કરવામાં અત્યંત સરળ છે અને તેમાં કોઈપણ પ્રકારનો વધારાનો ખર્ચ પણ કરવો પડતો નથી. તો તમે પણ શુભ સમય જોઈ અને અમલમાં મુકો આ સરળ ટોટકા.

1. કોઈપણ શુક્રવારે સવા સૌ ગ્રામ આખા બાસમતી ચોખા અને એટલા જ પ્રમાણમાં સાકર લઈ તેને સફેદ રૂમાલમાં બાંધી અને માતા લક્ષ્મીને ઘરમાં સ્થાયી વાસ કરવાની પ્રાર્થના કરી અને આ રૂમાલને વહેતાં પાણીમાં પ્રવાહિત કરી દેવું. શક્ય હોય તો નદીમાં જ તેને વહાવવું.

2. કોઈપણ ચાર રસ્તા પર ઊભા રહેવું જમણા હાથની મુઠ્ઠીમાં 5 દાણા મરીના રાખવા અને તેને માથા પરથી 7 વખત ઉતારી ચારેય દિશામાં એક એક ફેંકી અને એક મરી હવામાં ઉછાળી દેવું. ધનલાભ થશે.