money-laundering-case interpol-notice-against-nirav-modis-sister-purvi-modi
  • Home
  • Featured
  • નીરવ મોદીની બહેન પણ નીકળી ભેજાબાજ ચોર, EDએ કરોડો રૂપિયાના હવાલાને લઇને કર્યો ઘટસ્ફોટ

નીરવ મોદીની બહેન પણ નીકળી ભેજાબાજ ચોર, EDએ કરોડો રૂપિયાના હવાલાને લઇને કર્યો ઘટસ્ફોટ

 | 7:20 am IST

પીએનબીનું રૂ. ૧૪,૦૦૦ કરોડનું કૌભાંડ આચરી વિદેશ ભાગી ગયેલા નીરવ મોદીને તેની બહેન પૂર્વી મહેતાએ બોગસ કંપનીઓ દ્વારા રૂ. ૧,૨૦૧.૧૮ કરોડની હેરાફેરી કરવામાં મદદ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોર્ટમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટમાં આ આરોપ લગાવવામાં આવ્યો છે.

ચાર્જશીટમાં પૂર્વી મહેતા દુબઈ અને હોંગકોંગ ખાતેની કંપનીમાં ડિરેકટર હોવાનો ખુલાસો કરાયો છે.  બીજી બાજુ કરોડોનાં કૌભાંડી નીરવ મોદીએ હોળી- ધુળેટીનાં તહેવારો કોઈપણ જાતની ઉજવણી વિના બ્રિટનની જેલમાં ગાળવા પડયા હતા.

પૂર્વી મહેતા બ્રિટિશ ર્વિજનિયા ટાપુ ખાતેની લીલી માઉન્ટેન ઇન્વેસ્ટમેન્ટમાં ડિરેકટર છે. આ કંપની દ્વારા માર્ચ ૨૦૧૩થી માર્ચ ૨૦૧૪ વચ્ચે રૂ. ૩૪૩.૦૨ કરોડનું મની લોન્ડરિંગ કરાયું હતું.

આ ઉપરાંત ફોરકોમ વર્લ્ડવાઇડ ઈન્વેસ્ટમેન્ટ દ્વારા ૩ કરોડ ડોલર અને ઝેડ બ્રિજ હોલ્ડિંગ્સ દ્વારા ૨ કરોડ ડોલરની હેરાફેરી કરાઈ હતી. આટલી જ રકમ ફાયરસ્ટાર ઇન્ટરનેશનલમાં રોકવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન