તો આ બાબત પર વકર્યો છે શમી અને હસીનનો ઝગડો!, જાણો શું છે કારણ - Sandesh
NIFTY 10,426.85 +5.45  |  SENSEX 33,856.78 +-61.16  |  USD 64.8900 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • તો આ બાબત પર વકર્યો છે શમી અને હસીનનો ઝગડો!, જાણો શું છે કારણ

તો આ બાબત પર વકર્યો છે શમી અને હસીનનો ઝગડો!, જાણો શું છે કારણ

 | 7:02 pm IST

ક્રિકેટર શમીની પત્નીની ફરિયાદ પર પોલીસે તેની સામે પગલાં લેવાનું શરૂ કરી દીધુ છે. કોલકાતા પોલીસે મહંમદ શમીનો ફોન જપ્ત કરી લીધો છે. આ પહેલાં કોલકાતા પોલીસે બીસીસીઆઇ પાસે તેની ફાઇલ મગાવી વધુ જાણકારી માગી છે.

દ.આફ્રિકા સિરીઝ દરમિયાન શમી ક્યાં રોકાયો હતો? કઈ કઈ જગ્યાઓની મુલાકાત લીધી હતી. આ તમામ માહિતીનો રિપોર્ટ માગ્યો છે. બીસીસીઆઇએ આ કેસમાં શું પગલાં લીધા છે તે જાણવા મળ્યું નથી. બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે, અમે પગલાં લઈશું પણ હજુ સુધી કંઈ કહી શકાય એમ નથી.

હસિને જણાવ્યા પ્રમાણે મોબાઇલમાં શમી અને અન્ય મહિલાઓ વચ્ચે થયેલી વાતચીતની કોલ ડિટેઇલ અને ચેટ ડિટેઇલ મળી આવી છે. હસિને દાવો કર્યો છે કે શમીએ દક્ષિણ આફ્રિકાની મહિલા સાથે પણ સંબંધ બનાવ્યો હતો. શમીએ ભાઈ સાથે મારી હત્યાનું કાવતરું ઘડયું હતું.

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી અને તેની પત્ની વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં એક નવો વળાંક આવ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર શમી અમરોહના અલી નગર ગામમાં ખરીદેલા ફાર્મ હાઉસ પર સ્પોર્ટસ એકેડમી ખોલવા માંગે છે. મોહમ્મદ શમીના નજીકના લોકોનું કહેવું છે કે બંને વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેનું કારણ છે યુપીમાં અમરોહામાં ખરીદેલું કરોડ રૂપિયાનું ફાર્મહાઉસ.

શમીએ આ ફાર્મ હાઉસનું નામ પોતાની પત્ની હસીન જહાંના નામ પર રાખ્યું છે પરંતુ કાયદાકીય રીતે ફાર્મ હાઉસ પર હસીન જહાનો કોઈ ભાગ નથી. પરંતુ હસીન જહાં શમીના આ ઈનવેસ્ટમેન્ટથી ખુશ નથી, હસીન જહાં અમરોહાને બદલે પશ્ચિમ બંગાળમાં પ્રોપર્ટી ખરીદવા માંગતી હતી.

શમી દ્વારા ખરીદેલું ફાર્મ હાઉસ 60 એકર એટલે કે 150 વીધા જમીન પર ફેલાયેલું છે, જેની માર્કેટ કિંમત અંદાજીત 12-15 કરોડ રૂપિયા થાય છે. અમરોહામાં પ્રોપર્ટી ખરીદવાને કારણે જ શમી અને તેની પત્નીના લગ્ન જીવનમાં વિવાદ થયો છે.