મની પ્લાન્ટ જરૂર કરાવશે આર્થિક લાભ જો આ નિયમોનું કરશો પાલન - Sandesh
 • Home
 • Astrology
 • મની પ્લાન્ટ જરૂર કરાવશે આર્થિક લાભ જો આ નિયમોનું કરશો પાલન

મની પ્લાન્ટ જરૂર કરાવશે આર્થિક લાભ જો આ નિયમોનું કરશો પાલન

 | 1:24 pm IST

સામાન્ય રીતે મની પ્લાન્ટ ઘણા લોકોના ઘરમાં જોવા મળે છે. લોક માન્યતા મુજબ માનવામાં આવે છે કે આ છોડના નામ અને તેના પાનની બનાવટ ચલણી નોટો કે સિક્કા મુજબ છે, જે ઘરની ફાયનાન્સ કે નાણાકીય સ્થિતિને અસર કરે છે. તથા ઘરમાં આર્થિક સમૃદ્ધિ લાવે છે. જો મની પ્લાન્ટ ઘરમાં ઉગાડવાનો પ્રશ્ન હોય તો તે માટે ઘણી બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. આ બાબતોને ધ્યાનમાં રાખશો તો આર્થિક લાભ જરૂરથી થશે.

 • તમારે નિયમિત પાણી આ છોડમાં નાંખવું જોઇએ, સૂકો અને કરમાયેલો છોડ ઘરની નાણાકીય પરિસ્થિતિ માટે યોગ્ય નથી. તેથી તેનું નિયમિત રીતે ધ્યાન રાખો.
 • મની પ્લાન્ટને ઉત્તર-પૂર્વમાં ક્યારેય ન રાખવો જોઇએ. જોકે આ દિશામાં મૂકવાથી આર્થિક રીતે કોઇ હાનિ પહોંચતી નથી, પરંતુ પરિવારજનોના આરોગ્ય પર તેની વિપરીત અસર પડે છે.
 • જો મની પ્લાન્ટના બધા પાન ખરી ગયા હોય, તો તેના પાન નીચે ફર્શ પર ન પડે તેનું ખાસ ધ્યાન રાખો, આ અશુભ માનવામાં આવે છે. તેથી ફર્શ પર પાન પડેલું ન રહેવા દો.
 • મની પ્લાન્ટને મુખ્યત્વે દક્ષિણ -પૂર્વ દિશામાં રાખો. કારણ કે આ ભગવાન ગણેશની દિશા છે, તેથી એવું માનવામાં આવે છે કે આવું કરવાથી આરોગ્ય, શાંતિ અને સમૃદ્ધિનો ઘરમાં વાસ થાય છે.
 • જો તમે પરણીત છો, તો તમે મની પ્લાન્ટ પૂર્વ-પશ્ચિમમાં ક્યારેય ન મૂકવો જોઇએ. એવું કહેવાય છે કે તેનાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો તથા વાદ-વિવાદ થાય છે.
 • મની પ્લાન્ટને ઘરની બહાર કરતાં ઘરની અંદર ઊગાડવાથી વધારે ફાયદો થાય છે. તેને એક નાનકડા કુંડામાં અથવા કાચની બોટલમાં ઊગાડી શકાય છે.
 • જો તમે બહારની તરફ ઊગાડી રહ્યાં હોય, તો તેને ઢાંકીને રાખો અને સૂર્યનો તડકો ન લાગવા દો.
 • એવું માનવામાં આવે છે કે તમારો મની પ્લાન્ટ જેટલો લીલો હશે, ઘરમાં તેટલા જ પૈસા આવશે. મની પ્લાન્ટના પાંદડાઓ જેટલા વધુ હશે, તેટલી આર્થિક સ્થિતિ સારી રહેશે.
 • મની પ્લાન્ટના પાંદડા હાર્ટ શેપ એટલે હૃદયના આકારમાં હોવાના કારણે પરિવારમાં પ્રેમ અને ખુશીઓ લાવે છે. તેનાથી બગડતા સંબંધો સુધરે છે અને ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે એક મધુર સંબંધ રહે છે.