આ દિશામાં લગાવશો મની પ્લાન્ટ તો રૂપિયે રમશો - Sandesh
  • Home
  • Astrology
  • આ દિશામાં લગાવશો મની પ્લાન્ટ તો રૂપિયે રમશો

આ દિશામાં લગાવશો મની પ્લાન્ટ તો રૂપિયે રમશો

 | 1:46 pm IST

દરેક છોડનું એક મહત્વ હોય છે. ઘણા એવા છોડ હોય છે જેમને ઘરમાં રોપવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. માનવામાં આવે છે કે ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને માં લક્ષ્મીનો વાસ થાય છે. કહેવામાં આવે છે કે આ છોડથી સકારાત્મક ઊર્જા મળે છે, પરંતુ જો આ છોડને યોગ્ય દિશામાં ના લગાવવામાં આવે અથવા તેની માવજત યોગ્ય રીતે ના થાય તો તે નુકશાનકારક સાબિત થાય છે. માટે તેને લગતી તકેદારીઓ રાખવી જોઇએ. આજે અમે તને મની પ્લાન્ટ લગાવવાનાં ફાયદા અને તેની જાળવણી વિશે જણાવીશું.

ઘરમાં મની પ્લાન્ટ હંમેશા દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવો જોઇએ. તેને ક્યારેય પણ ઇશાન ખુણામાં ના લગાવવો જોઇએ.

મની પ્લાન્ટને દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવો જોઇએ. દક્ષિણ-પૂર્વ દિશાને ભગવાન ગણેશની દિશા માનવામાં આવે છે. આ દિશામાં છોડ રોપવાથી ઘરમાં માં લક્ષ્મીની કૃપા થાય છે.

મની પ્લાન્ટ ક્યારેય ઇશાન ખુણામાં ના લગાવવો જોઇએ. આ ખુણામાં ફક્ત મંદિર અથવા તુલસીનો છોડ જ લગાવવામાં આવે છે.

આ છોડને ઘરની બહાર ના લગાવવો જોઇએ. માનવામાં આવે છે કે ઘરની બહાર રોપવાથી તેની વિપરીત અસરો પડે છે. ઘરની અંદર આ છોડ લગાવવાથી જ લાભ મળે છે.

આ છોડને ક્યારેય પણ સુકાવવા દેવો ના જોઇએ. સુકાયેલા પાંદડાઓને હટાવી દેવા જોઇએ. માનવામાં આવે છે કે મની પ્લાન્ટનાં પાંદડાઓ હંમેશા ઉપરની તરફ જવા જોઇએ. પાંદડાઓ ક્યારેય પણ નીચે જમીનને ના અડવા જોઇએ. ઘરમાં આ છોડ જેટલો લીલો રહેશે તેટલી જ ધનમાં વૃદ્ધિ થશે.