તમારા ઘરમાં મની પ્લાન્ટને ખોટી દિશામાં તો નથી લગાવ્યોને, જાણો આ રીતે - Sandesh
  • Home
  • Astrology
  • તમારા ઘરમાં મની પ્લાન્ટને ખોટી દિશામાં તો નથી લગાવ્યોને, જાણો આ રીતે

તમારા ઘરમાં મની પ્લાન્ટને ખોટી દિશામાં તો નથી લગાવ્યોને, જાણો આ રીતે

 | 3:15 pm IST

આજકાલ લોકો મની પ્લાન્ટને મોટી સંખ્યામાં ઘરમાં રાખે છે, પરંતુ શું તમને ખબર છે કે મની પ્લાન્ટને ખોટી દિશામાં રાખવાથી પણ નુકસાન થાય છે, માટે સમજી વિચાર્યા વગર મની પ્લાન્ટ ન લગાવવો જોઈએ. જો તમારા ઘરમાં ખોટી દિશામાં મની પ્લાન્ટ રાખ્યો હશે તો તેનું અશુભ ફળ મળેછે એટલે કે આ પ્લાન્ટથી આર્થિક નુકસાન પણ થાય છે, જાણો કઈ રીતે

જ્યોતિષોના મતે, મની પ્લાન્ટને ઘરમાં લગાવવા માટે અગ્નેય દિશા સૌથી યોગ્ય દિશા છે. આ દિશામાં આ પ્લાન્ટને લાગવાથી હકારાત્મક ઊર્જા મળે છે. દક્ષિણ-પૂર્વી દિશામાં મની પ્લાન્ટ મૂકવાનું કારણ એ છે કે આ દિશામાં દેવતા ગણેશ છે જ્યારે પ્રતિનિધિ શુક્ર છે. ગણેશ દુષ્ટતાનો નાશ કરવા વાળા છે. જ્યારે શુક્ર સુખ અને સમૃદ્ધિ લાવે છે. એટલું જ નહીં, પરંતુ બેલ અને લતાને કારણ શુક્રને ગ્રહ માનવામાં આવ્યો છે. તેથી, અગ્નેય દિશામાં આ પ્લાન્ટને મુકવું યોગ્ય ગણાય છે.

ઉત્તરપૂર્વી દિશામાં મની પ્લાન્ટને કયારે ન લાગવું જોઈએ. કેમ કે આ દિશાને સૌથી નકારાત્મક માનવામાં આવે છે, કારણ કે માણસ દિશાના પ્રતિનિધિ દેવગૃરુ બૃહસ્પતિ અને શુક્ર તરીકે ગણવામાં આવે છે અને ગુરુનો વિરોધી સંબંધ છે. તેથી, શુક્ર સંબંધિત આ પ્લાન્ટ ઉત્તરની દિશામાં લાગવાથી નુકસાન થાય છે. તેમ છતાં તુલસીનો છોડ આ દિશામાં લગાવવામાં આવે છે. મની પ્લાન્ટ લાગવાથી સુખ-સમૃદ્ધિ થવાના સાથે સાથે ધનનું પણ આગમન ઘરમાં થાય છે. તેના કારણે લોકો આ છોડને તેમના ઘરોમાં લગાવતા હોય છે.