`પોકેટમાર’ વાંદરાએ પર્યટકના રૂપિયા ફંગોળ્યા હવામાં - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • `પોકેટમાર’ વાંદરાએ પર્યટકના રૂપિયા ફંગોળ્યા હવામાં

`પોકેટમાર’ વાંદરાએ પર્યટકના રૂપિયા ફંગોળ્યા હવામાં

 | 3:02 pm IST

http://www.sandeshnews.tv/embed/1519032281

ભારતમાં વાંદરા જ લોકોને પજવે છે તેમ કહેવું સાવ ખોટું છે. વાંદરા હાથમાંથી ખાવાની છીનવી જાય તે સાંભળ્યું હશે. પરંતુ ચીનમાં એક વિચિત્ર ઘટના જોવા મળી છે.

ચીનના સિચુઆનના માઉન્ટ એમીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ સ્થળે પર્યટકોનું કિડયારું ઉભરાય છે. વળી આ સ્થળના વાંદરા પણ ભારે ટીખળખોર હોવાનું કહેવાય છે.

તાજેતરમાં આ સ્થળે એક પ્રવાસી ફરવા આવ્યો હતો અને વાંદરાએ તક મળતા જ તેનું પોકેટ આંચકી લીધું હતું. ત્યારબાદ તે પાસેની રેલિંગ પર જઈ બેસી ગયું હતું અને પર્સને ફંફોસવા લાગ્યો હતો. પર્સમાંથી તેને નાણાં મળ્યા હતા. વાંદરાએ આ નાણાં હવામાં ઉડાવ્યા હતાં.

થોડીવાર પછી વાંદરુ પર્સ ત્યાં જ ફેકી જતું રહ્યું હતું અને બીજા વાંદરાએ આ પોકેટ તેના હાથમાં લઈ લીધું હતું. એક પર્યટકે આ સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ધૂમ મચાવી રહ્યું છે.