Monkey trying to save Water Video goes Viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • અમૂલ્ય પાણીનો બગાડ કરતા લોકો માટે આ Video એક બોધ સમાન, જોઈ રૂવાંટા ઉભા થઇ જશે

અમૂલ્ય પાણીનો બગાડ કરતા લોકો માટે આ Video એક બોધ સમાન, જોઈ રૂવાંટા ઉભા થઇ જશે

 | 9:33 pm IST

આપણને જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. હવા પછી પાણી આપણી મુખ્ય જરૂરિયાત છે. પાણી વિના જીવન શક્ય નથી. પાણી પીવા, નહાવા, કપડાં અને વાસણ ધોવા, રસોઈ બનાવવા અને ઘરની સફાઈમાં પણ વપરાય છે. મિલો અને કારખાનાઓમાં પાણીની જરૂર પડે છે. પાણી વનસ્પતિ સૃષ્ટિ માટે પણ અત્યંત જરૂરી છે. પાણી વિના અનાજ ન પાકે, ફૂલ છોડ ન ઊગે. પશુ-પંખીઓ પણ પાણી વિના ન જીવી શકે. આમ જળ એ જ જીવન છે. પૃથ્વી પર મોટાભાગના જીવો પાણી પર જ નિર્ભર હોય છે.

પાણી માટે આપણે વરસાદ પર આધાર રાખવો પડે છે જે વર્ષે વરસાદ ન પડે અથવા બહુ ઓછો વરસાદ પડે તે વર્ષે દુકાળ પડે છે. મનુષ્યો પશુ-પક્ષીઓ પાણી વિના ટળવળે છે. અરે કેટલીક વાર તો પાણી વિના પશુ-પક્ષીઓ મરી પણ જાય છે. તેથી પાણીનો બચાવ કરવો એ આપણી પ્રાથમિક જવબદારી છે. પરંતુ તેમ છતાં આપણામાંથી ઘણા લોકો એવા છે જે પાણીની સમસ્યા વિશે ગંભીરતાથી વિચારતા નથી. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે. જેને જોઈ કદાચ એવા લોકો પણ પાણીના મહત્વને સમજી શકશે. આ વાયરલ વીડિયોમાં એક વાંદરો પાણીનો બગાડ ન થાય તેમ માટે નળમાંથી નિકળતા નીરને રોકવાની શક્ય કોશિશ કરે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન