યુવકે પંપ સિચવાનું શરૂ કર્યું ત્યાં પાણી પીવા દોડી આવ્યા વાંદરાઓ વીડિઓ વાયરલ - Sandesh
  • Home
  • Videos
  • યુવકે પંપ સિચવાનું શરૂ કર્યું ત્યાં પાણી પીવા દોડી આવ્યા વાંદરાઓ વીડિઓ વાયરલ

યુવકે પંપ સિચવાનું શરૂ કર્યું ત્યાં પાણી પીવા દોડી આવ્યા વાંદરાઓ વીડિઓ વાયરલ

 | 4:14 pm IST

રાજ્યમાં ભરઉનાળે પાણીનો પોકાર ઉઠ્યો છે. પાણી માટે માત્ર મનુષ્ય જ નહીં પણ વન્યજીવો પણ હવે ટળવળી રહ્યાં છે. વન્યજીવો પાણી માટે આમ તેમ ભટકી રહ્યાં છે પણ ક્યાંય પાણી મળતું નથી. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલીના જંગલ વિસ્તારનો આ વીડિયો હોવાનું અનુમાન છે. આ કપિરાજોને પાણીની શોધ કરતા જોવા મળ્યાં. પાણી માટે આ વાનરોએ ઘણી ભાગદોડ કરી પણ મૃગજળ જ ન મળ્યુ. પાણી માટે રખડી ભટકીને થાકેલા કપિરાજો પાણીના પંપ પાસે આવીને બેસી ગયા. પાણી મળવાની તો આ વાનરોએ આશા જ છોડી દીધી હતી. તેવામાં એક સેવાભાવી યુવક ત્યાંથી પસાર થયો જેને વિચાર સ્ફૂર્યો કે આભમાંથી અગનવર્ષા થઇ રહી છે. કદાચ આ કપિરાજ તરસ્યા નહીં હોય ને જેથી યુવકે તો પંપ સિચવાનું શરૂ કર્યું અને પાણી આવતાં જ કપિરાજો દોડી આવ્યાં હતાં અને પાણી પીને તરસ છીપાવી હતી.