રાજ્યમાં 24 કલાકમાં ભારે વરસાદની છે આગાહી, જાણો કયા વિસ્તારોમાં પડવાની છે શક્યતાઓ - Sandesh
NIFTY 10,788.55 +88.10  |  SENSEX 35,081.82 +310.77  |  USD 63.8825 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • રાજ્યમાં 24 કલાકમાં ભારે વરસાદની છે આગાહી, જાણો કયા વિસ્તારોમાં પડવાની છે શક્યતાઓ

રાજ્યમાં 24 કલાકમાં ભારે વરસાદની છે આગાહી, જાણો કયા વિસ્તારોમાં પડવાની છે શક્યતાઓ

 | 10:52 pm IST

રાજ્યમાં આગામી 24 કલાકમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે.

ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનની અસરથી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી હવામાન પલટાતાં માવઠાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહીં છે. જેને લઈ ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશનથી બે-ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો ગગડશે અને 35 ડિગ્રીને આસપાસ રહેશે.

 છેલ્લા ત્રણ દિવસથી ભરૂચ શહેર સહિત જિલ્લામાં વરસી રહેલા કમોસમી વરસાદથી તહેવારનો ઉત્સાહ હવાઈ ગયો હોય તેવા બજારોના ઘાટ સર્જાયા છે. ગુરૃવારે સાંજે પણ માત્ર અડધો કલાકમાં જ ભરૃચ શહેરમાં એક ઈંચ આકાશી જળ વરસી પડતા મુખ્ય માર્ગો સહિત નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સતત માવઠાથી વેપારીઓમાં દિવાળી ટાંણે નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે.