NIFTY 10,210.85 -20.00  |  SENSEX 32,584.35 +-24.81  |  USD 65.0350 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગુજરાતમાં ૪ જૂનથી વરસાદનું આગમન, ૧૮મી સુધીમાં સૌરાષ્ટ્રમાં થશે વાવણી

ગુજરાતમાં ૪ જૂનથી વરસાદનું આગમન, ૧૮મી સુધીમાં સૌરાષ્ટ્રમાં થશે વાવણી

 | 6:02 pm IST

ખગોળ વિદ્યા અને ભડલી વાક્યના આધારે વરસાદનો વરતારો વ્યક્ત કરવાની ચાલી આવતી પરંપરા અનુસાર રાજ્યમાં ૪ જૂનથી ચોમાસાનું આગમન થવાની અને ૧૮મી જૂન સુધીમાં સૌરાષ્ટ્રમાં વાવણી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ખેડૂતો માટે મધ્યમ વરસ રહેવાની અને સિઝનમાં ૯૦ ટકા જેટલો વરસાદ થવાનો વરતારો વ્યક્ત કરતા જૂનાગઢ જિલ્લાના વંથલી-સોરઠના વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય રમણીકભાઈ ડાયાભાઈ વામજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં બે તબક્કામાં વાવણી થશે. ઓગષ્ટ મહિનામાં મઘા નક્ષત્રમાં અતિભારે વરસાદ થશે. ચાલુ મહિને માવઠાઓ થવાની સાથે ગુજરાતમાં થોડા દિવસો વહેલા ૪ જૂનથી ચોમાસાનું આગમન થઈ જશે.

૧૬ જૂન આસપાસ ગોંડલ વિસ્તારમાં અને ૩૦ જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વાવણી થઈ જશે. ૮ ઓગષ્ટ આસપાસ ગાજવીજ સાથે અતિવૃષ્ટિ થશે. નોરતાના સમયમાં બપોર પછી ગાજ-વીજ સાથે વરસાદ વરસશે. પ ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ વરસતો રહેશે. ૪પ દિવસના ચોમાસામાં પ૦ થી પપ ઈંચ વરસાદ થવાની શક્યતા છે.