Monsoon has not Progressed since may 17, Heatwav intensifies in Nort India Next 5 Days : IMD
  • Home
  • Featured
  • ખેડૂતો માટે માઠા સમાચાર, ચોમાસા અને ગરમીને લઈને હવામાન વિભાગે કરી આગાહી

ખેડૂતો માટે માઠા સમાચાર, ચોમાસા અને ગરમીને લઈને હવામાન વિભાગે કરી આગાહી

 | 12:12 am IST

એક તરફ કોરોના વાયસરની મહામારી છે અને બીજી બાજુ દેશ આખો ભિષણ ગરમીના કારણે આગની ભઠ્ઠી બની ગયો છે ત્યારે વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે, ચોમાસુ હાલ આગળ વધવાનું થંભી ગયું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં થોડા દિવસ પહેલા આવેલા સુપર સાઇક્લોન અમ્ફાન એ ચોમાસાની ઝડપ પર બ્રેક મારી દીધી છે.

ભારતીય હવામાન વિભાગ અનુસાર 17 મે બાદથી ચોમાસામાં કોઈ પ્રગતિ જોવા મળી નથી. એવામાં ચોમાસુ કેરળ પહોંચવામાં હજુ વધુ સમય લાગી શકે છે. ચોમાસા લંબાવાની શક્યતાને કારણે જ દેશમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. સાથે જ હવામાન વિભાગે આગામી દિવસોમાં ભિષણ ગરમી પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં ચોમાસાની સ્થિતિને જોઈએ તો મેના અંતિમ સપ્તાહ સુધી ચોમાસું શ્રીલંકાથી લઈને મ્યાનમાર સુધી છવાઈ જાય છે. જોકે આ વખતે આવું કંઈ પણ જોવા નથી મળી રહ્યું. હવામાન વિભાગ મુજબ હજુ 5 દિવસ આકાશમાંથી આગ વરસશે અને લૂથી કોઈ પણ પ્રકારની રાહત નહીં મળે. ઉત્તર ભારતના અનેક ભાગોમાં 29-30મેના રોજ ધૂળ સાથેની આંધી ચાલવાની શક્યતા છે, ઉપરાંત ક્યાંક કમોસમી છાંટા પડી શકે છે. તેનાથી લૂના પ્રકોપથી થોડી રાહત મળી શકે છે.

સુસ્ત ચોમાસાને જોતાં હવામાન વિભાગે પહેલા જ એ વાતની જાહેરાત કરી દીધી હતી કે કેરળ પહોંચવામાં આ વખતે વિલંબ થઈ શકે છે. કેરળમાં દર વર્ષે 1 જૂને ચોમાસું પ્રવેશ કરે છે પરંતુ આ વખતે 5 જૂન સુધી તેની કેરળ પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે હજુ અંડમાનમાં ચોમાસું જે રીતે નિષ્ક્રિય છે તેને જોયા બાદ તેમાં વધુ વિલંબ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેથી દેશવાસીઓએ હજી વધારે સમય સુધી ગરમીમાં સેકાવવાનો વારો આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન