Monsoon is active in Gujarat, but know how many days will be seen in the rainy wait
  • Home
  • Ahmedabad
  • ગુજરાતભરમાં ચોમાસું સક્રિય, પરંતુ જાણો હજી કેટલા દિવસ જોવા પડશે વરસાદની રાહ

ગુજરાતભરમાં ચોમાસું સક્રિય, પરંતુ જાણો હજી કેટલા દિવસ જોવા પડશે વરસાદની રાહ

 | 10:01 am IST

અમદાવાદ સહિત રાજ્યભરમાં ચોમાસું એક્ટિવેટ થઈ ગયું છે. જોકે, અમદાવાદ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના વિસ્તારોમાં હજુયે મેઘરાજા મહેરબાન થયા નથી. જેના કારણે ચોમાસાની મોસમમાં પણ અમદાવાદીઓને ગરમીમાં શેકાવું પડયું હતું.

શનિવારે 39 ડીગ્રી તાપમાનને કારણે અસહ્ય ગરમીથીઅમદાવાદીઓ અકળાઈ ઉઠયા હતા અને ત્રસ્ત થઈ ગયા હતા. ગાંધીનગરમાં પણ 39 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. દિવસ દરમિયાન શહેરીજનોએ આકરો તાપ અને કેટલીકવાર વાદળછાયું વાતાવરણને લીધે બફારો પણ અનુભવવો પડયો હતો.

હજુ આગામી 4થી 5 દિવસ સુધી આ જ પ્રકારે ગરમી અને બફારો અનુભવવો પડે તેવી હવામાન ખાતાની આગાહી છે. અપર એર સાયક્લોનિક સરક્યુલેશનને પરિણામે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અને દીવ, દમણ દાદરાનગર હવેલીમાં કેટલેક સ્થળે વરસાદના હળવાથી ભારે ઝાપટાં વરસે તેવી આગાહી છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં મોટાભાગે હવામાન એકંદરે સૂકું આકાશ અંશતઃ વાદળછાયું રહેવાની સંભાવના છે.

ચોમાસાની મોસમમાં જ અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરૃણ દેવ રીઝયા નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં ૩૯ ડીગ્રી તાપમાન સાથે રહીશો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.

સુરેન્દ્રગરમાં 38.8, રાજકોટમાં 37.9, કંડલા પોર્ટમાં 37.3, વડોદરામાં 37.4, વલ્લભ વિદ્યાનગરમાં 37.3, ડીસામાં 37.2 ડીગ્રી તાપમાન નોધાયું હતું. હજુ અમદાવાદીઓ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન