Monsoon make new record in World Cup 2019
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપ 2019માં વરસાદે પણ બનાવી દીધો આ રેકોર્ડ

વર્લ્ડ કપ 2019માં વરસાદે પણ બનાવી દીધો આ રેકોર્ડ

 | 11:05 am IST

વર્લ્ડ કપ 2019માં વરસાદને કારણે મંગળવારે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ રદ કરવામાં આવી હતી. બ્રિસ્ટલમાં રમાનાર આ મેચ એક બોલ પણ ફેંક્યા વિના રદ કરવી પડી હતી. વર્લ્ડ કપ 2019માં આ ત્રીજી વખત છે, જ્યારે વરસાદને કારણે મેચ રમાઈ શકી ન હોય, અને તે એક રેકોર્ડ છે.

એક દિવસ પહેલાં પણ રદ થઈ હતી મેચ

સોમવારે પણ વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ વરસાદને કારણે 7.3 ઓવર રમ્યા બાદ રદ કરી દેવામાં આવી હતી. બંને વખત આ બે ટીમને 1-1 પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો. મંગળવારે વરસાદને કારણે સતત બીજી અને ત્રીજી મેચ રદ કરવાની ઘોષણા કરવામાં આવી હતી.

શ્રીલંકા સૌથી બદનસીબ

વર્લ્ડ કપમાં ઓવરઓલ આ પાંચમી વખત છે, કે જ્યારે વરસાદમાં આખી મેચ રદ થઈ ગઈ હોય. પાંચમાંથી ત્રણ વખત તો 2019ના વર્લ્ડ કપમાં મેચ રદ થઈ છે. જ્યારે એક વખત 2015માં અને એક વખત 1979માં વરસાદને કારણે મેચ રદ થઈ હતી. સંયોગ છે કે, 5માંથી 3 વખત રદ થયેલી મેચોમાં એક ટીમ શ્રીલંકા જ રહી છે.

આ જ ટુર્નામેન્ટમાં શ્રીલંકાની બીજી મેચ રદ થઈ

વર્લ્ડ કપ 2019માં ત્રણ મેચ વરસાદને કારણે રદ થઈ, અને તેમાં બે વખત એક ટીમ શ્રીલંકાની રહી હતી. જ્યારે આ પહેલાં 1979માં શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝની મેચ રદ થઈ હતી. ગત વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ રદ તઈ હતી, તો આ વખતે સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની પણ એક મેચ વરસાદની ભેટ ચઢી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન