Weather Department Says Monsoon Will Be Four Days Late In India
  • Home
  • Featured
  • વરસાદની વધારે જોવી પડશે રાહ, હવામાન વિભાગે જણાવ્યું ક્યારે શરૂ થશે ચોમાસુ

વરસાદની વધારે જોવી પડશે રાહ, હવામાન વિભાગે જણાવ્યું ક્યારે શરૂ થશે ચોમાસુ

 | 7:54 pm IST

હવામાન વિભાગે આ વર્ષે દેશમાં પાંચ દિવસ મોડા ચોમાસુ શરૂ થશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કહ્યું કે, “દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ 6 જૂનનાં કેરલ તટ પર પહોંચશે.” હવામાન વિભાગે બુધવારનાં રોજ આ જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં 4 મહિનાનાં ચોમાસાની શરૂઆત દક્ષિણ-પશ્ચિમ ચોમાસાથી થાય છે. આ ચોમાસુ ભારતમાં દર વર્ષે સામાન્ય રીતે એક જુનનાં કેરલ તટ પર દસ્તક આપે છે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને લઇને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પૂર્વાનુમાન અનુસાર આ વર્ષે ચોમાસુ પહોંચવામાં 5 દિવસ વધારે રાહ જોવી પડશે. જો કે હવામાન વિભાગેમાં આમા 4 દિવસ વધારે અથવા ઓછા થવાની સંભાવનાની પણ ના નથી કહી. તો ખાનગી હવામાન એજન્સી ‘સ્કાઈમેટ’એ પણ મંગળવારનાં દેશમાં ચાર દિવસ મોડુ ચોમાસુ શરૂ થશે તેવુ અનુમાન જાહેર કર્યું છે. તેના એક દિવસ બાદ હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનો પૂર્વાનુમાન રીપોર્ટ જાહેર કર્યો છે.

હવામાન વિભાગ અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસા માટે આંદમાન સાગર અને નિકોબાર દ્વીપનાં દક્ષિણી વિસ્તારો તથા બંગાળની ખાડીનં દક્ષિણ-પૂર્વી ક્ષેત્રમાં 18થી 19 મેની વચ્ચે આગળ વધવાની અનુકૂળ પરિસ્થિતિઓ ચાલુ રહેશે. વિભાગ અનુસાર જો અનુમાન અનુસાર ચોમાસુ આ વર્ષે પણ મોડું શરૂ થાય છે, તો 2014 બાદ ચોમાસુ મોડુ શરૂ થવાનું આ ત્રીજુ વર્ષ હશે. આ પહેલા 2015માં 5 જૂન અને 2016માં 8 જૂનનાં ચોમાસાએ કેરળ તટ પર આગમન કર્યું હતુ. એ જરૂરી નથી કે ચોમાસુ મોડું શરૂ થતા વરસાદનાં પ્રમાણ પર કોઈ અસર પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન