આ વર્ષે ચોમાસુ રહેશે શાનદાર, દેશનું અર્થતંત્ર પણ થશે દોડતું - Sandesh
  • Home
  • India
  • આ વર્ષે ચોમાસુ રહેશે શાનદાર, દેશનું અર્થતંત્ર પણ થશે દોડતું

આ વર્ષે ચોમાસુ રહેશે શાનદાર, દેશનું અર્થતંત્ર પણ થશે દોડતું

 | 4:35 pm IST

રાજ્યભરમાં ઊનાળો હવે તેનો અસલી મિજાજ બતાવી રહ્યો છે. માર્ચના દિવસોમાં રાજ્યભરમાં ગરમીનું મોજું ફરી વળતાં જનજીવનને માઠી અસર પહોંચી રહી છે. દરમિયાન ચાલુ વર્ષે ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.

ભારતીય હવામાન ખાતાની આગાહી અનુસાર ચાલુ વર્ષે 97 ટકા વરસાદ થશે અને જૂનનાં પ્રથમ સપ્તાહમાં ચોમાસાનો પ્રારંભ થશે તેવુ પણ હવામાન ખાતાએ જણાવ્યું છે. ઓછા વરસાદની સંભાવના નહિવત્ ગણાવામાં આવી રહી છે. આમ સતત ત્રીજા વર્ષે પણ સામાન્ય ચોમાસાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

હવામાન ખાતા અનુસાર, આ વર્ષે સમગ્ર સીઝનમાં 96 થી 104 ટકા વરસાદ પડવાની સંભાવના છે. ત્યાં જ ભારે વરસાદની વાત કરવામા આવે તો તેની સંભાવના 5 ટકા છે જ્યારે સામાન્યથી વધારે વરસાદની 20 ટકા આશા સેવાઇ રહી છે.