NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • માત્ર પાંચ વર્ષની બાળકીને માસિક ધર્મ, જાણો કઈ છે બીમારી

માત્ર પાંચ વર્ષની બાળકીને માસિક ધર્મ, જાણો કઈ છે બીમારી

 | 2:28 pm IST

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં પાંચ વર્ષની બાળકીને માસિક ધર્મ આવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ડોકટરોના જણાવ્યા અનુસાર આ એડિસન નામની બીમારી છે.

એમિલી ડોવર નામની બાળકીનો જન્મ સામાન્ય હતો, પરંતુ બીજા જ અઠવાડિયામાં તેના શરીરમાં અસાધારણ વૃદ્ધિ જોવા મળી હતી. ચાર જ મહિનામાં એમિલી એક વર્ષની દેખાતી હતી. બે વર્ષમાં તેના શરીરમાં એવા ફેરફાર દેખાવા લાગ્યા કે જે સામાન્ય રીતે કિશોરાવસ્થામાં જોવા મળે છે.

ડોકટરોના જણાવ્યા અનુસાર એમિલી ચાર વર્ષની હતી ત્યારે તેને એડિસન બીમારી હોવાની જાણ થઈ હતી.  એડેનલ ગ્રંથિઓને કારણે આ બીમારી થાય છે. આ બીમારીમાં કોર્ટિસોલ અને એલ્ડ્રોસ્ટેરોન નામના બે હોર્મોનની ઉણપ વર્તાય છે.