શ્રાવણ માસમાં નિયમિત આ સ્તોત્રનું કરજો પઠન, મનોકામના ચોક્કસ થશે પૂરી - Sandesh
  • Home
  • Astrology
  • શ્રાવણ માસમાં નિયમિત આ સ્તોત્રનું કરજો પઠન, મનોકામના ચોક્કસ થશે પૂરી

શ્રાવણ માસમાં નિયમિત આ સ્તોત્રનું કરજો પઠન, મનોકામના ચોક્કસ થશે પૂરી

 | 12:08 pm IST

ધર્મ ગ્રંથોમાં શ્રાવણ માસને શિવ ઉપાસના માટે શ્રેષ્ઠ ગણાવ્યો છે. શ્રાવણ માસ શિવજીને પણ અત્યંત પ્રિય છે તેથી આ માસમાં તેમની ભક્તિમાં લીન રહેનાર પર તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે. ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે ભક્તો આ માસ દરમિયાન તેમનો વિવિધ દ્રવ્યોથી અભિષેક, પૂજા કરતાં હોય છે. આ માસ દરમિયાન જો શિવજીને ઝડપથી પ્રસન્ન કરવા હોય તો અન્ય એક ઉપાય પણ અમલમાં મુકી શકાય છે. જી હાં શ્રાવણ માસ દરમિયાન શિવજીની ખાસ સ્તોત્ર કરવાથી મનોકામના શીઘ્ર પૂર્ણ થાય છે.

શ્રાવણ માસમાં રોજ સવારે આ સ્તોત્ર કરવાથી શિવજી અચૂક પ્રસન્ન થાય છે. આ સ્તોત્ર છે શિવ રુદ્રાષ્ટક. પ્રાત:કાળ સ્નાનાદિ કર્મ કરી, શુદ્ધ વસ્ત્ર ધારણ કરી અને શિવ મંદિરમાં અથવા ઘરે શિવજીનું ધ્યાન ધરી અને આ સ્તોત્ર કરવો. નિયમિત રીતે આ સ્તોત્ર વાંચનારની મનોકામના શ્રાવણ માસ પૂર્ણ થતાં સુધીમાં અચૂક પૂરી થાય છે.

શિવ રુદ્રાષ્ટક સ્તોત્ર

नमामीशमीशान निर्वाण रूपं, विभुं व्यापकं ब्रह्म वेद: स्वरूपम्।
अजं निर्गुणं निर्विकल्पं निरीहं, चिदाकाश माकाशवासं भजेऽहम्॥

निराकार मोंकार मूलं तुरीयं, गिराज्ञान गोतीतमीशं गिरीशम्।
करालं महाकाल कालं कृपालुं, गुणागार संसार पारं नतोऽहम्॥

तुषाराद्रि संकाश गौरं गभीरं, मनोभूत कोटि प्रभा श्री शरीरम्।
स्फुरन्मौलि कल्लोलिनी चारू गंगा, लसद्भाल बालेन्दु कण्ठे भुजंगा॥

चलत्कुण्डलं शुभ्र नेत्रं विशालं, प्रसन्नाननं नीलकण्ठं दयालुम्।
मृगाधीश चर्माम्बरं मुण्डमालं, प्रिय शंकरं सर्वनाथं भजामि॥

प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशं, अखण्डं अजं भानु कोटि प्रकाशम्।
त्रय:शूल निर्मूलनं शूलपाणिं, भजे अहं भवानीपतिं भाव गम्यम्॥

कलातीत-कल्याण-कल्पांतकारी, सदा सज्जनानन्द दातापुरारी।
चिदानन्द सन्दोह मोहापहारी, प्रसीद-प्रसीद प्रभो मन्माथारी॥

न यावद् उमानाथ पादारविन्दं, भजंतीह लोके परे वा नाराणम्।
न तावत्सुखं शांति संताप नाशं, प्रसीद प्रभो सर्वभुताधिवासम् ॥

न जानामि योगं जपं नैव पूजा, न तोऽहम् सदा सर्वदा शम्भू तुभ्यम्।
जरा जन्म दु:खौद्य तातप्यमानं, प्रभो पाहि आपन्नमामीश शम्भो॥

रूद्राष्टक इदं प्रोक्तं विप्रेण हरतोषये,
ये पठंति नरा भक्त्या तेषां शम्भु प्रसीदति ॥