શ્રાવણ માસમાં રોજ સાંજે કરજો આ ઉપાય, અઢળક સંપત્તિના બની શકશો માલિક - Sandesh
  • Home
  • Astrology
  • શ્રાવણ માસમાં રોજ સાંજે કરજો આ ઉપાય, અઢળક સંપત્તિના બની શકશો માલિક

શ્રાવણ માસમાં રોજ સાંજે કરજો આ ઉપાય, અઢળક સંપત્તિના બની શકશો માલિક

 | 1:52 pm IST

શ્રાવણ માસ ભગવાન શંકરનો પ્રિય માસ છે. માનવામાં આવે છે કે સાચી શ્રદ્ધાથી જે ભક્ત શિવજીની આરાધના આ માસ દરમિયાન કરે છે તેના પર શિવજી ઝડપથી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી મનની દરેક ઈચ્છા પૂર્ણ થઈ જાય છે. શિવજી કોમળ હૃદયના હોવાથી જ તેમને ભક્તો ભોળાનાથ પણ કહે છે. તેમને પ્રસન્ન કરવા માટે વધારે વિધિ-વિધાન કરવાની પણ જરૂર રહેતી નથી.

શ્રાવણ માસ દરમિયાન સામાન્ય પૂજા-પાઠ કરનાર પણ શિવકૃપા પ્રાપ્ત કરી લે છે. પરંતુ શાસ્ત્રોમાં એવો એક સચોટ ઉપાય દર્શાવાયો છે જેને કરવાથી વિશેષ કામનાઓની પૂર્તિ ઝડપથી થાય છે. આ ઉપાય શ્રાવણ માસમાં રોજ સંધ્યા સમયે કરવાથી ધન લાભ પણ થાય છે.

શિવ પુરાણ અનુસાર જે વ્યક્તિ નિયમિત રીતે શિવ મંદિરમાં સાંજના સમયે માટીના કોડીયામાં દીવો પ્રજ્વલિત કરે છે તેના જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા રહેતી નથી. શિવજી તેના ભક્તની સામાજિક તેમજ આર્થિક સમસ્યાઓની દૂર થઈ જાય છે. શ્રાવણ માસમાં રોજ આ કામ કરનારને અઢળક ધન પ્રાપ્ત થાય છે. દીવો કરવા માટે જ્યારે પણ શિવ મંદિરમાં પ્રવેશ કરો ત્યારથી મનમાં ॐ નમ: શિવાય મંત્રનો જાપ કરવો.