moong dal khichdi best for loose motion, why it is advised to eat khichdi in case of stomach upset
  • Home
  • Featured
  • શા માટે લૂસ મોશન થયા હોય ત્યારે મગની દાળની ખીચડી ખાવી જોઇએ? જાણો તેના ફાયદા

શા માટે લૂસ મોશન થયા હોય ત્યારે મગની દાળની ખીચડી ખાવી જોઇએ? જાણો તેના ફાયદા

 | 8:43 am IST

ડાયેરિયાની સમસ્યાઓ કોઈપણ સમયે અને કોઈપણ સાથે થઈ શકે છે. કારણ કે તે હવામાન સંબંધિત રોગ નથી પરંતુ જીવનશૈલીને લગતી સમસ્યા છે. જેવું જ ખાવાનામાં કઇ ગડબડ થઇ પેટ અંદર પહોંચે અને તેને બહાર નીકાળવાનું કામ શરૂ કરી દે છે.

ડાયેરિયાની સમસ્યા ખૂબ પીડાદાયક છે અને તેના કારણે શરીરમાં ઘણી નબળાઇ આવે છે. પરંતુ તમારે જાણવું જોઈએ કે અમુક પરિસ્થિતિઓમાં, ડાયેરિયા આપણા સ્વાસ્થ્ય માટે જરૂર છે. કારણ કે જો આપણા પેટમાં અધૂરું ખોરાક બહાર ન આવે તો તે આપણને બીજી ઘણી ખતરનાક રોગોનો દર્દી બનાવી શકે છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે ખીચડીનું સેવન કરવું જોઇએ જે આપણને ડાયેરિયાની સમસ્યામાં લાભદાયી છે.

ખીચડી મગની દાળ અને ચોખાને મિક્ષ કરીને બનાવવામાં આવે છે., જે ડાયેરિયાને ઓછું કરવાનું કામ કરે છે. મગની દાળની ખીચડી પેટમાં સંગ્રહિત નકામા પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે. તે પણ પેટના દુખાવામાં રાહત આપે છે. ખરેખર, મૂંગ દાળની તાસીર હળવી ઠંડી છે. એટલે કે, દરેક ઋતુમાં તેનું સેવન ફાયદાકારક છે.

આ ઉપરાંત ચોખામાં રહેલા સ્ટાર્ચ તમારી પાચક શક્તિને રાહત આપે છે, તેથી પેટના દુખાવામાં રાહત મળે છે. ખીચડીના પોષક તત્વો પેટની ગંદકી બહાર કાઢે છે અને તમારા પેટમાં દુખાવો પણ દૂર કરે છે.

ખીચડી ખાવાથી આપણા પેટના સ્નાયુઓ આરામ થાય છે. ખીચડી સુપાચ્ય હોય છે. સાથે જ ડાયેરિયાની સ્થિતિમાં જે રીતે ખીચડીનું સેવન કરવામાં આવે છે, તેમા પાણી વધારે હોય છે. તે આપણા શરીરમાં જઇને પાણીની ઉણપને પૂરી કરી છે અને ડિહાઇડ્રેશનની સમસ્યાથી બચાવે છે.

ડાયેરિયા થયા હોય ત્યારે ચોખા અને ફોંતરા વાળી મગની દાળ સાથે મિક્સ કરીને ખિચડી તૈયાર કરો. આ ખીચડીમાં પુષ્કળ પાણી હોવું જોઈએ જેથી ખીચડી પ્રવાહી સ્વરૂપમાં રહે. આવી ખીચડી પેટને જલદી સારી કરે છે અને ઝેરી પદાર્શ પેટથી જલદી બહાર નીકાળવાનું કામ કરે છે.

જો મગની દાળની ખીચડી દિવસમાં બેથી ત્રણ વખત ખાવામાં આવે તો એક જ દિવસમાં ડાયેરિયાની સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે. સાથે જ તમે તમારા શરીરમાં નબળાઇની સમસ્યા પણ દૂર થશે.

આ પણ જુઓ : બ્રેસ્ટ કેન્સરના કારણ અને લક્ષણો જાણી આ રીતે કરો ઘરેલું ઇલાજ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન