Morari Bapu Controversy: Mayabhai Ahir And Jay Vasavada return Award to Swaminarayan
  • Home
  • Ahmedabad
  • મોરારી બાપુ વિવાદઃ માયાભાઈ આહિર અને અનુભા ગઢવીએ સ્વામિનારાયણ સંપ્રદાયનો એવોર્ડ પરત કર્યો

મોરારી બાપુ વિવાદઃ માયાભાઈ આહિર અને અનુભા ગઢવીએ સ્વામિનારાયણ સંપ્રદાયનો એવોર્ડ પરત કર્યો

 | 4:50 pm IST

મોરારી બાપુના નીલકંઠવર્ણી વિવાદ મામલે સનાતન ધર્મ સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાય અને હિન્દુ સંતો સાથે સમાધાન થતાં વિવાદનો અંત આવ્યો હતો. પણ હજુ લાગે છે કે, આ વિવાદનો અંત આવ્યો નથી. ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહિર, અનુભા ગઢવી અને અન્ય કેટલાક લેખકોએ સ્વામિનારાયણ સંસ્થાએ આપેલાં એવોર્ડ પરત આપી દીધા છે.

જેના કારણે શાંત પડેલો મોરારી બાપુનો વિવાદ ફરીથી ચર્ચામાં આવ્યો છે. સ્વામી નિત્યસ્વરુપદાસજી, સરધાર તરફથી માયાભાઈ આહીરને એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

શું છે વિવાદ?

જાણીતા રામ કથાકાર મોરારિબાપુએ પેરિસની એક કથામાં કહ્યું હતું કે, નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. જો કોઈ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો એ શિવ નથી પણ બનાવટી નીલકંઠ છે. હવેના સમયમાં નીલકંઠનું છેતરામણું રૂપ આવતું જાય છે. જેમણે ઝેર પીધું તે નીલકંઠ છે.

જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ન કહેવાય. મોરારિબાપુની આ વાત સાંભળીને હરિભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી છે. તેને કારણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં રોષની લાગણી પણ જોવા મળી. બાપુના નીલકંઠવર્ણી પર કટાક્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો નારાજ થયા છે.

આ વીડિયો પણ જુઓઃ વડોદરામાં ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા અનોખી પહેલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન