Morari Bapu Donate 25 lakh For Flood hit Saurashtra
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સૌરાષ્ટ્રના પૂરગ્રસ્તોની મદદ માટે મોરારીબાપુ આગળ આવ્યા, રૂ. 25 લાખનું દાન કર્યું

સૌરાષ્ટ્રના પૂરગ્રસ્તોની મદદ માટે મોરારીબાપુ આગળ આવ્યા, રૂ. 25 લાખનું દાન કર્યું

 | 3:47 pm IST
  • Share

સૌરાષ્ટ્રમાં વરસાદે ભારે વિનાશ વેર્યો છે, ત્યારે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે જ નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરઅસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. હવે પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુ પણ અસરગ્રસ્તોની મદદ માટે આગળ આવ્યા છે. મોરારી બાપુએ મુખ્યમંત્રી રાહતનિધિમાં 25 લાખ રૂપિયા અર્પણ કર્યાં છે.

આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, મોરારીબાપુએ રામકથાના માધ્યમથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ અતિવૃષ્ટિની સહાય અંતર્ગત કુલ 25 લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં આપેલ છે. જે બદલ તેમનો આભાર વ્યક્ત કરુ છુ.

હાલ મોરારી બાપૂ રામકથા કરવા માટે દાર્જિલિંગમાં છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલની પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતના અહેવાલોથી પ્રેરાઈને તેઓ પણ મદદ માટે આગળ આવ્યા છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદથી પ્રભાવિત થયેલા અસરગ્રસ્તોની સહાય માટે મોરારી બાપુએ 25 લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત નિધિમાં અર્પણ કર્યા છે.

જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદભાર ગ્રહણ કર્યા બાદ સૌ પ્રથમ સૌરાષ્ટ્રમાં વરસેલા ભારે વરસાદના કારણે થયેલા નુક્સાન તેમજ ત્યાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.

આટલું જ નહીં, મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તેમણે પ્રથમ પ્રવાસમાં સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં રાજકોટ અને જામનગરના પૂરથી અસરગ્રસ્ત લોકોને રૂબરૂ મળીને જાણકારી મેળવી હતી. આ સાથે જ મુખ્યમંત્રીએ લોકોને થયેલા નુક્સાન તેમજ અતિવૃષ્ટિના કારણે થયેલી તકલીફ વિશે માહિતી મેળવી હતી. આ ઉપરાંત અધિકારીઓને રાહત અને બચાવ કામગીરીમાં ઝડપ લાવવાનો આદેશ આપ્યો હતો.

આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોઈ પણ અસરગ્રસ્ત મદદ વિના નહીં રહે. સરકાર આ મુશ્કેલ સમયમાં સૌ કોઈની સાથે ઉભી છે તથા તેમને શક્ય તમામ મદદ પૂરી પાડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન