સિંહદર્શનના મુદ્દે મોરારી બાપુએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું તેમણે ? - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સિંહદર્શનના મુદ્દે મોરારી બાપુએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું તેમણે ?

સિંહદર્શનના મુદ્દે મોરારી બાપુએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું તેમણે ?

 | 1:50 pm IST

+
મોરારીબાપુના સિંહદર્શનના વાયરલ થયેલા ફોટાને પગલે એક કીલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી અરજીને પગલે આખરે મોરારીબાપુએ મૌન તોડતાં જણાવ્યું છે કે તે સિંહદર્શન કરવા ગયા જ નહોતા. તેઓ રામાયણની પોથીને ગિરનાર પરિક્રમાના રૂટ પર આવતા ધર્મસ્થાનો પર લઈ ગયા હતા. ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીમાં ગેરકાયદે સિંહદર્શન કરાવનારા વનવિભાગ કર્મચારીઓ વિરુધ્ધ કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. જ્યાં આ ઘટના બની.

હાલ મોરારિબાપુની રામકથા જૂનાગઢમાં ચાલી રહી છે, મોરારીબાપુએ આખી ઘટના અંગે જણાવ્યું હતું કે સિંહદર્શન માટે તેઓ ગયા નહોતા. પણ રામાયણની પોથીને ગિરનાર પરિક્રમાના રૂટ પર આવતા ધર્મસ્થાનો પર લઇ ગયા હતા. ત્યારે એ રસ્તે સિંહ સામાં મળ્યા હતા.

વનવિભાગે પર મોરારી બાપુના સૂરમાં સૂર પુરાવ્યો
વનવિભાગના અધિકારી ટીલાળાએ પણ કહ્યું હતું કે કોઈ નિયમભંગ થયાની વાત સાવ ખોટી છે. ગિરનારના ધાર્મિક સ્થળોની મુલાકાત વનતંત્રની સહમતીથી હતી. પરિક્રમા દરમિયાન લોકો પ્લાસ્ટિકથી દૂર રહે, જંગલમાં કચરો ન કરે એની જનજાગૃતિ ઝુંબેશના ભાગરૂપે એ નિર્ધારિત રૂટ પર ગયા હતા. વનતંત્ર પણ સાથે હતું. માર્ગમાં આવતા ધાર્મિક સ્થળોની બાપુએ મુલાકાત લીધી હતી.