Morari Bapu Says To UP CM Yogi Adityanath
  • Home
  • Featured
  • મોરારી બાપુએ UPના CM યોગી આદિત્યનાથનો બરાબરનો લીધો ઉધડો

મોરારી બાપુએ UPના CM યોગી આદિત્યનાથનો બરાબરનો લીધો ઉધડો

 | 9:40 am IST

ગુજરાતના જાણીતા રામકથાકાર મોરારીબાપુએ હનુમાનજીને દલિત ગણાવતી ટિપ્પણી પર બરાબર ખારા થયા છે. તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આકરા શબ્દોમાં ઝાટકણી કરી હતી.

મોરારીબાપુની હાલ બિહારના સિમરીયા ખાતે ચાલી રહેલા રામકથા દરમ્યાન બાપુએ કહ્યું હતું કે આ પ્રકારના નિવેદનોના લીધે દેશના અપાર નુકસાન થઇ રહ્યું છે. રાજસ્થાનના અલવરમાં એક ચૂંટણી સભાને સંબોધતા યોગી આદિત્યનાથને દલિત ગણાવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે બજરંગબલી એવા લોકદેવતા છે જે સ્વયં વનવાસી છે, નિર્વાસી છે, દલિત છે, વંચિત છે. મોરારિ બાપુએ યોગીની ટિપ્પણી સામે આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે ધર્મક્ષેત્ર, કુરુક્ષેત્ર એમ સૌ હનુમાનની જાતિ શોધવા માટે નીકળી પડ્યા છે પણ હનુમાનજી તો પવન છે, વાયુ છે. તેઓ સૌના છે. મોરારિ બાપુના નિવેદનને સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકોએ આવકાર આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે બહરાઇચથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાવિત્રી બાઇ ફૂલે યોગીના આ નિવેદનના સમર્થનમાં ઉતર્યા હતા. સાથો સાથ તેમણે હનુમાનજીને મનુવાદીઓના ગુલામ ગણાવ્યા હતા. સાવિત્રી બાઇ ફુલે એ કહ્યું હતું કે હનુમાન દલિત હતા અને મનુવાદીઓના ગુલામ હતા.