Morari Bapu Visits Kamathipura, Invites Sex Workers For RamKatha
  • Home
  • Featured
  • સેક્સ વર્કર્સને અચાનક જ મળવા પહોંચી ગયા મોરારી બાપુ, અહીં આવવાનું આપ્યું આમંત્રણ

સેક્સ વર્કર્સને અચાનક જ મળવા પહોંચી ગયા મોરારી બાપુ, અહીં આવવાનું આપ્યું આમંત્રણ

 | 10:14 am IST

કથાકાર મોરારી બાપુએ એ સમયે બધાને ચોંકાવી દીધા, જ્યારે તેઓ મુંબઇના કમાટીપુરાની શેરીમાં ફરતા દેખાયા. મોરારીબાપુએ અહીં અંદાજે 60 સેક્સ વર્કર્સની મુલાકાત કરી અને કેટલાંક ઘરોમાં પણ ગયા. તેમણે આ સેક્સ વર્કર્સને અયોધ્યામાં આગામી રામકથામાં આવવાનું આમંત્રણ આપ્યું. આ રામકથામાં તેઓ તુલસીદાસની માનસ ગનિકાનું વાચન કરશે, જે તુલસીદાસની એક સેક્સ વર્કરથી વાતચીત પર આધારિત છે.

મોરારી બાપૂએ પોતાના સહયોગીઓનો નિર્દેશ આપ્યો કે આ કાર્યક્રમમાં આવવા માટે તેઓ તમામ સેક્સ વર્કર્સના આવવા-જવા અને રહેવા-ખાવાની મફત સગવડ કરવામાં આવે. કથા 22 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી ચાલશે.

‘અમે જોવા માગતા હતા કે તેઓ કેવા લાગે છે’
મોરારી બાપુ ગુરૂવાર રાત્રે લગભગ 8.30 વાગ્યે કમાટીપુરા પહોંચ્યા. અહીં સેક્સ વર્કર્સને કહ્યું હતું કે ‘ભગવાનનો એક આદમી’ તેમને મળવા આવી રહ્યો છે. એક સેક્સ વર્કરે કહ્યું કે આ વિસ્તારમાં કોઇ ભગવાનનો આદમી આવતો નથી, આથી અમે જોવા માંગતા હતા કે તેઓ કેવા લાગે છે.

મોરારી બાપુની આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થયો છે.

સેક્સ વર્કર્સની વચ્ચે પહોંચ્યા મોરારી બાપુ
મોરારી બાપુ આ વિસ્તારમાં પહોંચતા જ ધીમે-ધીમે ભીડ એકત્ર થવા લાગી અને લોકોએ તેમણે પોતાની સમસ્યાઓ બતાવી. લોકોએ કહ્યું કે તેમણે પોલીસ ખૂબ જ પ્રતાડિત કરે છે,સાથો સાથ રહેવા માટે સારું ઘર નથી અને ના તો સફાઇની વ્યવસ્થા છે. મોરારી બાપુએ તમામ બાબતોને ધ્યાનથી સાંભળી.

મોરારી બાપુએ કથા અંગે કહ્યું કે લોકોને સંબોધિત કર્યા અને કહ્યું કે વાસંતીએ તુલસીદાસને પોતાના ઘરે આવવા માટે આમંત્રણ આપ્યું અને કહ્યું કે તમે આવીને રામ અંગે જણાવો. વાસંતીએ કહ્યું કે સમાજે મને અલગ કરી દીધી છે પરંતુ મને વિશ્વાસ છે કે ભગવાન બધાને એક જેવા માને છે. તુલસીદાસ વાસંતીના ઘરે ગયા અને રામ કથા પણ સંભળાવી.

તેમણે કહ્યું કે અયોધ્યામાં તેમના આ કાર્યક્રમની રામ મંદિરના મુદ્દા સાથે કોઇ જ લેવડ-દેવડ નથી. તેમણે કહ્યું કે મંદિર પર મારો વિચાર એકદમ સ્પષ્ટ છે કે શાંતિ બની રહેવી જોઇએ. માનસ ગનિકાનો અયોધ્યામાં પાઠ એટલા માટે થઇ રહ્યો છે કારણ કે તે અયોધ્યા પર જ આધારિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન