Morari Bapu's response to the Nilkanth varni controversy, 'nobody to come in between'
  • Home
  • Featured
  • નિલકંઠવર્ણી વિવાદમાં મોરારી બાપુની પ્રતિક્રિયા, ‘કોઇએ વચ્ચે આવવું નહી’

નિલકંઠવર્ણી વિવાદમાં મોરારી બાપુની પ્રતિક્રિયા, ‘કોઇએ વચ્ચે આવવું નહી’

 | 6:42 pm IST

નિલકંઠવર્ણી વિવાદ બંધ થવાનું નામ લેતો નથી. કલાકરો અને સાધુ સંતો નિલકંઠવર્ણી વિવાદમાં વચ્ચે પડી રહ્યા છે. ત્યારે મોરરી બાપુએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, આ વિવાદમાં કોઇએ વચ્ચે પડવાની જરૂર નથી. મોરારી બાપુએ જામનગરમાં નિલકંઠવર્ણી વિવાદ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘તપસ્વીનું રૂપ ક્ષમા છે. ક્ષમા મારી ઘડપણની લાકડી છે. મારે કોઇને પાસે ક્ષમા મંગાવવી નથી. મારે કોઇ ક્ષમાની જરૂર નથી. જે કોઇએ ક્ષમા માંગવી હોય એ આ વ્યાસપીઠ અને સનાતન ધર્મની માંગવી જોઇએ. ઘણા લોકો એવું કહે છે કે બાપુ અમે વચ્ચે આવીએ પરંતુ કોઇએ વચ્ચે આવાની જરૂરીયાત નથી. મેં કજીયો કર્યો નથી. હું વિવાદનો નહીં પરંતુ સંવાદનો માણસ છું. હું આમ કિનારે બેસીને બધુ જોઇ રહ્યો છું.’

આ પહેલા પણ આ વિવાદનો અંત લાવવા માટે ગુજરાતના સાહિત્યકારો અને હાસ્ય કલાકારો માયાભાઇ આહીર, સાંઇરામ દવે અને કીર્તિદાન ગઢવી મોરારીબાપુના નિવેદન મુદ્દે વિવાદના અંતની અપીલ કરી હતી. આ બન્ને હાસ્ય કલાકારોએ સોશિયલ મીડિયામાં ખોટી કોમેન્ટ કે પોસ્ટ ન મૂકવા પણ અપીલ કરી હતી.

કથાકાર મોરારીબાપુના નિલકંઠવર્ણી નિવેદનને લઇને લોકગાયક કિર્તિદાન ગઢવીએ જણાવ્યું હતું કે, બાપુ તો મારા જેવા કેટલાય કલાકારોનો બાપ છે. બાપુ વિશે જરા પણ કોઇ કંઇ બોલે તે મારા માટે સહન ન થાય. કોઇને ઠેંસ પહોંચે અને વાદવિવાદ થાય તેવું નિવેદન બાપુ ક્યારેય કરતા નથી. પ્રમુખસ્વામીનો દેહવિલય થયો ત્યારે છેલ્લી આરતીમાં બાપુને જોયા હતા.

ઉલ્લેખનીય છે કે, નિલકંઠવર્ણી વિવાદ છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહ્યો છે. સ્વામિનારાયા સંપ્રદાયના સાધુ મોરારી બાપુની માફી માગે એવી માંગણી સાથે અનેક સાધુ સંપ્રદાયો સામે આવ્યા છે. ત્યારે સ્વામિનારાયસ સંપ્રદાયના સાધુ દ્વારા કલાકારોને દારૂડિયા કહેવાની પ્રતિક્રિયા બાદ , હેમંત ચૌહામ, કિર્તિદાન ગઢવી, જીજ્ઞેશ કવિરાજ સહિત અનેક મોટા ગજારના લોક કલાકારોએ પોતાના એવોર્ડને પરત કર્યા હતા.

મોરારીબાપુના નીલકંઠને લઇને આપેલા નિવેદન બાદ રાજકારણ બરાબરનું ગરમાયેલ છે. આ પહેલા નીલકંઠ મામલે નિવેદન આપીને મોરારીબાપુ બરાબરના ફસાયા હતા. મોરારીબાપુએ નિવેદન આપીને સ્વામિનારાયણ સંપ્રદાયની લાગણી દુભાઇ હતી. નીલકંઠ મામલે મોરારીબાપુના નિવેદન બાદ સ્વામિનારાયણ સંસ્થાના અક્ષરવત્સલ સ્વામી બાદ કાલાવડનાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મુછડીયાએ મોરારીબાપુને આડે હાથ લીધા હતા.

તમને જણાવી દઇએ કે, મોરારીબાપુએ કોઇ સભામાં સંબોધતા તેનો વીડિયો સોશિયલ મિડીયામાં વાઇરલ થતા વડતાલ સંસ્થાન સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને ભગવાન સ્વામિનારાયણના નિલકંઠ મહારાજ વિશે ઉચ્ચારેલા શબ્દો પરત ખેચવા અને સંપ્રાદાયની માફી માંગવાનું જણાવતા પણ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયા હતાં.

આ વીડિયો પણ જુઓ : સાધુ – સંતો બાદ લોકસાહિત્યકારોનું મોરારીબાપુને સમર્થન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન