બજેટને લઈને મોરારી બાપુએ માર્યો પીએમ મોદીને ટોણો, જાણો કેમ ? - Sandesh
  • Home
  • Ahmedabad
  • બજેટને લઈને મોરારી બાપુએ માર્યો પીએમ મોદીને ટોણો, જાણો કેમ ?

બજેટને લઈને મોરારી બાપુએ માર્યો પીએમ મોદીને ટોણો, જાણો કેમ ?

 | 5:50 pm IST

જાણીતા કથાકાર મોરારી બાપુએ બજેટને લઈને પીએમ મોદી પર નિશાન સાધતા એવો ટોણો માર્યો હતો કે ‘બજેટમાં અમે જ મળ્યા?’ મોરારી બાપુએ આમ શા માટે કહ્યું તે વિશે અનેક વાતો વહેતી થઈ છે. પણ સાચું કારણ એ છે કે હવે રામકથા લાઈવ દેખાડવા બદલ પણ સરકારને મસમોટો ટેક્સ આપવો પડશે.

મોટભાગે કોંગ્રેસ સરકારને આડેહાથ લેનારા મોરારી બાપુએ પહેલી વખત મોદી સરકાર પર નિશાન તાક્યું છે. સુત્રોનું માનીએ તો  છેલ્લા કેટલાંય સમયથી આસ્થા ચેનલ લાઈવ બંધ કરી દેવાયી છે. હવે ચેનલ પર જીવંત પ્રસાર થતું નથી. અડધી કલાક મોડું પ્રસારણ જાય છે. મોરારી બાપુના આ નિવેદનને સરકાર સામેની નારાજગી તરીકે જોવામાં આવે છે.

સાવરકુંડલામાં હોસ્પિટલના લાભાર્થે મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથા દરમિયાન મોરારિબાપુએ કહ્યું હતું કે, હવે લાઈવ બતાવવું હોય તો પણ સરકારને એક લાખ રૂપિયા ટેક્સ આપવો પડે છે. એમાં પાછું બજેટ આવ્યું એમાં ઉપરવાળાને વાંધો નથી આવ્યો અને સાવ નીચેવાળાઓને વાંધો નથી આવ્યો. વચ્ચે વાળાને કષ્ટ છે અને પહેલાં નંબર અમારો આવ્યો.

બાપુએ વધુંમાં કહ્યું હતું કે સરકારને જ્યારે ખાડા પડેને ત્યારે આવું ખોદે. એટલે ઘણાં ફોન આવે છે કે બાપુ આસ્થા પર લાઈવ કથા કેમ બંધ થઈ ગઈ? આખી દુનિયાને કહેવા માંગુ છું કે લાઈવ નથી પણ અડધા કલાક પછી એ જ બતાડે છે. અહીં સાડા નવે ચાલુ થઈ જાય છે અને તમારે જોવાનું દસ વાગે થાય છે. જ્યાં સુધી આ બધી ચર્ચા ચાલે ત્યાં સુધી. કંઈક નિર્ણય આવશે. એટલે એક લાખ રૂપિયે અટક્યું છે. બજેટમાં કોઈ ના મળ્યા અમે જ મળ્યાં. કારણ કે અમે વામમાર્ગી નથી કે દક્ષિણ માર્ગી નથી. મધ્યમમાર્ગી છીએ.