જેમ્સ બોન્ડની ફિલ્મોમા બતાવે તેમ મોરબીના અકસ્માતમાં કાર ફંગોળાઈ, જુઓ Video - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • જેમ્સ બોન્ડની ફિલ્મોમા બતાવે તેમ મોરબીના અકસ્માતમાં કાર ફંગોળાઈ, જુઓ Video

જેમ્સ બોન્ડની ફિલ્મોમા બતાવે તેમ મોરબીના અકસ્માતમાં કાર ફંગોળાઈ, જુઓ Video

 | 2:39 pm IST

સોશિયલ મીડિયા પર હાલ મોરબીના અકસ્માતનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. રોડ એક્સિડન્ટમાં બહુ જ ઓછા લોકો બચી જતા હોય છે, અને જે બચી જાય છે તે નસીબદાર જ ગણાય. ત્યારે મોરબીમાં થયેલા અકસ્માતનો વીડિયો જોઈ તમારો ધ્રાસ્કો નીકળી જશે. મોરબીમાં એક કાર ડિવાઈડર સાથે એવી ટક્કર ખાઈ ગઈ કે, તે જોરદાર હવામાં પલટી ગઈ હતી. આ વીડિયો જોઈને એવું જ લાગશે કે અંદર બેસેલા પેસન્જર્સને ગંભીર ઈજા તો આવી જ હશે. પણ નસીબથી કારમા બેસેલા બંને લોકોને કંઈ જ થયુ ન હતું.

આ ઘટના ગુજરાતના મોરબી શહેરમાં 4 માર્ચના રોજ બની હતી. જ્યાં એક્સિડન્ટ થયો, ત્યાં નજીક જ પેટ્રોલ પંપ હતો. જેના સીસીટીવી કેમેરામાં એક્સિડન્ટ કેદ થઈ ગયોહતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, કાર પલટ્યા બાદ અંદર બેસેલા લોકો બહાર નીકળી રહ્યા છે.