મોરબીઃ માતા-પિતાનું છત્ર ગુમાવનાર તરૃણી પર દાદા-દાદીનો અમાનૂષી સિતમ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • મોરબીઃ માતા-પિતાનું છત્ર ગુમાવનાર તરૃણી પર દાદા-દાદીનો અમાનૂષી સિતમ

મોરબીઃ માતા-પિતાનું છત્ર ગુમાવનાર તરૃણી પર દાદા-દાદીનો અમાનૂષી સિતમ

 | 1:05 pm IST

મોરબીમાં બનેલા એક આઘાતજનક કિસ્સામાં પિતા અને ભાઈનું અવસાન તથા માતાએ ઘર છોડી દીધા બાદ દાદા-દાદીએ પૌત્રી પર ત્રાસનો કાળોકેર વર્તાવતા અંતે તરૃણીએ વિકાસ વિદ્યાલયનો સહારો લીધો છે. જ્યા તરૃણીએ દાદા દાદી સાથે સ્પષ્ટ નનૈયો ભણી દીધો હતો.

મોરબીના વિકાસ વિદ્યાલયમાં હાલ આશ્રય લેતી ૧પ વર્ષીય તરૃણીએ જણાવેલી વિતક કથા પ્રમાણે તે મુળ મોડાસાની વતની છે અને સાત વર્ષ પૂર્વે તેના પિતાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. છેલ્લા બે વર્ષથી તે મોરબી દાદા-દાદી તથા માતા સાથે રહેતી હતી. તે ત્રણ બહેન અને એક ભાઈમાં વચેટ છે. થોડા સમય અગાઉ તેના વીસ વર્ષીય ભાઈનું મગજની બીમારીથી મોત થયું હતું. ત્યાર બાદ દાદા-દાદીના રોજબરોજના ત્રાસથી માતા પણ કંટાળીને ત્રણ પુત્રીઓને છોડીને ભાઈના ઘરે જતી રહી હતી. સગીરાની મોટી બહેનના લગ્ન થયા બાદ દાદા-દાદીએ તરૃણીને અમાનુષી ત્રાસ આપવાનું શરૃ કર્યું.

દાદા દાદીની સાથે તેમની ત્રણ ફઈ પણ રહે છે અને ફઈ પણ શારીરિક માનસીક ત્રાસ આપતા દાદા દાદીનો તરૃણીનું જીવવું હરામ થઈ જાય તેવો ત્રાસ ગુજારતા.તેણીને ભણવા મોકલવાનું બંધ કરી તેને સીરામીકમાં કામે મોકલી દીધી. તેને ટીફીનમાં પણ ન ખાઈ શકે તેવો વાસી ખોરાક અપાતો. તરૃણીને કોઈને કોઈ બાબતે મારકુટ કરવી એ રોજીંદો ક્રમ બની ગયો હતો. અંતે સગીરા પર પરીવારજનોના ત્રાસના સાક્ષી પાડાશીઓએ સગીરાને વિકાસ વિદ્યાલયનો રાહ ચિંધ્યો અને આથી તે કામે જવાને બદલે સીધી જ વિકાસ વિદ્યાલયે પહોચી ગઈ હતી. જ્યા તેણે પોતાની આપવીતી કહી હતી.જેથી તેણીને સંસ્થામાં આશરો આપી તેના અભ્યાસ અને અન્ય વ્યવસ્થા કરાઈ. છેલ્લા ચાર મહીનાથી સગીરા વિકાસ વિદ્યાલયમાં રહે છે. હાલમાં સગીરાને તેના દાદા દાદી તેડવા આવ્યા હતા. પરંતુ તરૃણીએ તેમની સાથે જવાની ના પાડીને આજીવન વિકાસ વિદ્યાલયમાં રહેવાનું જણાવ્યું હતું.

લંપટ દાદાએ કર્યા છે બીજા લગ્ન
તરૃણીએ ચોંકાવનારી વાત કરી કે તેને દાદા તરફથી સૌથી વધુ ત્રાસ અપાતો હતો. પૌત્રી ઉપર નજર બગાડીને અડપલાં કરતા હતા. આથી ત્રાસથી કંટાળીને વિકાસ વિદ્યાલયનો આશરો લીધો છે. સગીરાના દાદાએ પુત્રની લ્હાયમાં બીજા લગ્ન કર્યા હોવાનું જાણવા મળે છે.