Morbi In 25,907 people were fined Rs 1.32 crore in 21 months for traffic violations
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મોરબીમાં ટ્રાફ્કિ ભંગ બદલ 21 માસમાં 25,907 લોકોને 1.32 કરોડનો દંડ

મોરબીમાં ટ્રાફ્કિ ભંગ બદલ 21 માસમાં 25,907 લોકોને 1.32 કરોડનો દંડ

 | 9:22 am IST
  • Share

  • જાન્યુઆરી-2020થી સપ્ટેમ્બર-2021 દરમિયાન રૂ. 62 લાખનો દંડ વસૂલ થયો
  •  જાન્યુઆરી-2020થી સપ્ટેમ્બર -2021 દરમિયાન કુલ 25,907 વાહન ચાલકોને નિયમભંગ કરતા ઝડપી લઈ રૃપિયા 1,32,17,200ના ઈ-ચલણ વાહન ચાલકના ઘેર મોકલી આપવામાં આવ્યા છે
  • અડધોઅડધ લોકોએ પોલીસના મેમો ભરવાની તસ્દી લીધી નથી : બાકી રકમ વસૂલવા તંત્ર દ્વારા ઝુંબેશ શરૃ કરાશે

કોરોના મહામારીના છેલ્લા દોઢ વર્ષ જેટલા સમય ગાળામાં મોટાભાગના લોકો આર્િથક તંગી અનુભવી રહ્યા છે, પરંતુ મોરબીવાસીઓને આવું કઈ લાગુ પડતું નથી. છેલ્લા 21 મહિનામાં જ મોરબીમાં નેત્રમ પ્રોજેક્ટ હેઠળ લાગેલા સીસીટીવી કેમેરામાં ૨૫ હજારથી વધુ લોકો ટ્રાફ્કિ નિયમભંગ બદલ પોલીસની બાજ નજરમાં આવી જતા રૃપિયા 1,32,17,200નો દંડ ફ્ટકારવામાં આવ્યો છે. જે પૈકી પોલીસે રૃ.62 લાખથી વધુનો દંડ વસુલ કરી લીધો છે. જો કે અડધો-અડધ લોકોએ પોલીસના મેમો ભરવાની તસ્દી લીધી નથી.

મોરબીમાં ગુન્હાખોરી ઉપર અંકુશ લાવવાની સાથે લોકોમાં ટ્રાફ્કિ નિયમ પાલન કરવાની સુટેવ વિકસે તે માટે પોલીસ તંત્ર દ્વારા તારીખ 11 જાન્યુઆરી 2020થી નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત શહેરભરના તમામ મુખ્યમાર્ગો ઉપર 152 સીસીટીવી કેમેરા લગાવી  પોલીસ બાજ નજર રાખી રહી છે. નેત્રમ પ્રોજેક્ટના મોનીટરીંગ માટે જિલ્લા પોલીસવડા કચેરી ખાતે કમાન્ડ કંટ્રોલરૃમ કાર્યાન્વિત કરી નિયમભંગ કરનારા વાહન ચાલકો અને ગુન્હાહિત પ્રવૃત્તિ કરતા તત્વો ઉપર નજર રાખવામાં આવતા અનેક ગુન્હાઓના ભેદ ઉકેલી શકાયા છે.

ખાસ કરીને નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત જાન્યુઆરી-2020થી સપ્ટેમ્બર -2021 દરમિયાન કુલ 25,907 વાહન ચાલકોને નિયમભંગ કરતા ઝડપી લઈ રૃપિયા 1,32,17,200ના ઈ-ચલણ વાહન ચાલકના ઘેર મોકલી આપવામાં આવ્યા છે અને તે પૈકીના 13,316 લોકોએ 62,01,700નો દંડ ભરપાઈ પણ કરી આપ્યો છે.

જો કે હજુપણ અનેક એવા વાહન ચાલકો છે કે, જેમને આવો દંડ ભર્યો નથી. પોલીસના સતાવાર આંકડા મુજબ 21 મહિનાના આ સમયગાળામાં કુલ 12,591 લોકોએ 70,15,500ના ઈ ચલણ ભરપાઈ ન કરતા હવે પોલીસ તંત્ર આ બાકી રકમ વસૂલવા ખાસ ઝુંબેશ શરૃ કરવા તૈયારીમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ દ્વારા 21 મહિનામાં કુલ 25,907 વાહનચાલકોને ઈ-મેમો આપવામાં આવ્યા છે તેમાં 50 ટકા એટલે કે, અડધો-અડધ દંડ ચાલુ વાહને મોબાઈલમાં વાતચીત કરવાના હોવા ઉપરાંત મોરબીમાં રિક્ષામાં આગળ પેસેન્જર બેસાડવામા આવતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો