More 18 Congress MLA Contact with BJP : Dhaval Singh Zala
  • Home
  • Featured
  • પંજાને રામરામ કરી ચુકેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કર્યો સનસનાટીપૂર્ણ ઘટસ્ફોટ

પંજાને રામરામ કરી ચુકેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કર્યો સનસનાટીપૂર્ણ ઘટસ્ફોટ

 | 11:01 am IST

કોંગ્રેસમાં બુંગીયો ફૂંકીને રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર ધારાસભ્ય ઝાલા ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે. ધવલસિંહ કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કરશે તેવું માનવામાં આવે છે. તેઓ વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરશે. સાથે જ ધવલસિંહ ઝાલાએ એક ધડાકો પણ કર્યો હતો.

આ પ્રસંગે ઠાકોર સેનાના સમર્થકોને કમલમ પહોંચવા સૂચના આપી દેવાઈ છે. ધવલસિંહના ભાજપમાં જોડાવવાને લઈને તેમના પિતા નરેન્દ્રસિંહ ઝાલાએ પણ નિવેદન આપ્યું હતું. તેમણે પણ કોંગ્રેસને બરાબરની વખોડી હતી.

ગત વિધાનસભાની બાયડ બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધવલ સિંહ ઝાલાને કોઈ વાતે પક્ષ સાથે વાંકુ પડતા તેમણે પાર્ટી વિરૂદ્ધ તલવાર તાણી છે. તેઓ કોંગ્રેસને રામરામ કરી ચુક્યા છે અને હવે કેસરિયો ખેસ પહેરવાની તૈયારીમાં છે. આ મામલે તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસને જાકારો આપી ભાજપમાં જોડાશું.

તેમણે કહ્યું હતું કે, ગ્રુપીઝમના કારણે કોંગ્રેસમાં સ્થાનિકોને અન્યાય કરવામાં આવે છે. પ્રજા સાથે અન્યાય થતા અમારે કોંગ્રેસ છોડવી પડી. સાથે જ તેમણે ધડાકો કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના 18થી વધુ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે.

કોંગ્રેસ છોડવા અને ભાજપમાં જોડાવવાને લઈને ધવલસિંહે કહ્યું હતું કે, અમારી વિચારધારા ભાજપ સાથે મળતી આવે છે. કોંગ્રેસ પક્ષમાં નેતાઓ મહાન થઈ જાય છે માટે જ અમે કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો છે.

તો ધવલસિંહના પિતા નરેન્દ્ર સિંહે કહ્યું હતું કે, સમગ્ર દેશની જનતાએ ભાજપ પર ભરોસો મૂક્યો છે. ભાજપમાં જનતાનું હિત દેખાય છે. અમારે કોંગ્રેસ સાથે કોઈ સંઘર્ષ નથી. કોંગ્રેસની કાર્ય પદ્ધતિ, રીતિ – નીતિથી સંતોષ ન થયો. પ્રજાની અપેક્ષાઓ કોંગ્રેસ પૂર્ણ કરી શકે તેમ નથી. અમે કોઈપણ લોભ – લાલચ વગર ભાજપમાં જોડાઈ રહ્યાં છીએ તેમ તેમણે કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન