More 3 Rafale Fighters jet to land in jamnagar
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો, 3 રાફેલનું જામનગરમાં થશે લેન્ડિંગ

ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો, 3 રાફેલનું જામનગરમાં થશે લેન્ડિંગ

 | 10:17 pm IST
  • Share

  • ફ્રાન્સથી આવી રહ્યાં છે વધુ 3 રાફેલ
  • ભારત પાસે 29 રાફેલ થઈ જશે
  • 2016માં 36 રાફેલ માટે થઈ હતી ડીલ

ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તનાવ વચ્ચે ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થવા જઈ રહ્યો છે. જેમાં વધુ 3 રાફેલ ફાઈટર જેટ ફ્રાન્સથી ગુજરાતના જામનગર સ્થિત એરબેઝ પર લેન્ડ કરશે. આ ત્રણ વિમાનો આવવાની સાથે જ ભારત પાસે રાફેલ જેટની સંખ્યા 29 થઈ જશે.

મીડિયા રિપોર્ટ મુજબ, આ ત્રણ રાફેલ ફાઈટર જેટ જામનગર એરબેઝ પર ઉતરશે. આ મહિનાની શરૂઆતમાં જ એરચીફ માર્શલ વીઆર ચૌધરીએ એરફોર્સ ચીફ તરીકે કામકાજ સંભાળ્યા બાદ ફ્રાન્સથી આવી રહેલા રાફેલ જેટની આ પ્રથમ બેચ છે.

જણાવી દઈએ કે, ભારતે 2016માં ફ્રાન્સ પાસેથી 60,000 કરોડ રૂપિયામાં 36 ફાઈટર જેટ વિમાનો ખરીદવા માટે કરાર કર્યો હતો. રાફેલ વિમાનો એવા સમયે આવી રહ્યાં છે, જ્યારે પૂર્વ લદ્દાખમાં ચીન સાથે તનાવ ચાલી રહ્યો છે.

તાજેતરમાં જ ફ્રાન્સના રાજદૂત ઈમેન્યુએલ લેનૈને જણાવ્યું હતું કે, દસૉલ્ટ એવિએશન દ્વારા ભારતને તમામ 36 રાફેલ ફાઈટર નિર્ધારિત સમય પહેલા જ પૂરો પાડવાનો પ્રયત્ન છે. ઈન્ડો-ફ્રેન્ચ ચેમ્બર્સ ઑફ કૉમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તરફથી નવી દિલ્હીમાં આયોજિત ચોથા ભારત-ફ્રાન્સ ઈન્વેસ્ટમેન્ટ સમિટ પહેલા લેનેને જણાવ્યું હતું કે, ફ્રાન્સની કંપનીઓ ભારતમાં 10 અબજ યુરો કરતાં વધુ રોકાણ કર્યું છે. જેનાથી 2.50 લાખ ભારતીયોને રોજગાર મળી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો