સરહદી કે ત્રાસવાદી હુમલામાં થયેલા મૃત્યુ કરતાં ખાડા પડયા હોવાને કારણે વધુ મૃત્યુ: સુપ્રીમકોર્ટ - Sandesh
  • Home
  • India
  • સરહદી કે ત્રાસવાદી હુમલામાં થયેલા મૃત્યુ કરતાં ખાડા પડયા હોવાને કારણે વધુ મૃત્યુ: સુપ્રીમકોર્ટ

સરહદી કે ત્રાસવાદી હુમલામાં થયેલા મૃત્યુ કરતાં ખાડા પડયા હોવાને કારણે વધુ મૃત્યુ: સુપ્રીમકોર્ટ

 | 7:22 pm IST

રસ્તામાં પડેલા ખાડાને કારણે વીતેલા પાંચ વર્ષમાં દેશમાં 14,926 લોકોનાં મૃત્યુ થયા હોવાને મુદ્દે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ન્યાયમૂર્તિ મદન બી.લોકુરનાં નેતૃત્વ હેઠળની બેન્ચે કોઈ ત્રાસવાદી હુમલા કે સરહદી હુમલા નહીં પણ રસ્તા પર માત્ર ખાડા પડયા હોવાને કારણે આટલી મોટી સંખ્યામાં મૃત્યુ થાય તે ઘટના મંજૂર નથી.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે વર્ષ 2013થી 2017 સુધી માર્ગમાં ખાડા પડયા હોવાને કારણે થયેલાં મૃત્યુનો આંકડો કહે છે કે સત્તાવાળા રસ્તાની જાળવણી બરોબર કરતા નથી.

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ કે.એસ.રાધાક્રિશ્નના નેતૃત્વ હેઠળ સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી માર્ગ સુરક્ષા સમિતિએ રજૂ થયેલા અહેવાલ સંબંધમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનાં મંતવ્યો માગ્યા છે.

બેન્ચે હવે પછીની સુનાવણી જાન્યુઆરીમાં મુકરર કરી છે.