More Indian Affected by Coronavirus In Foreign Then India
  • Home
  • Corona live
  • ભારતથી વધારે વિદેશમાં કોરોનાનાં ભરડામાં ભારતીયો, ફક્ત ઈરાનમાં જ 255 પર પહોંચ્યો આંકડો

ભારતથી વધારે વિદેશમાં કોરોનાનાં ભરડામાં ભારતીયો, ફક્ત ઈરાનમાં જ 255 પર પહોંચ્યો આંકડો

 | 6:04 pm IST

કોરોના વાયરસનો કહેર વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. ઈરાનમાં આ જીવલેણ વાયરસે મહામારીનું રૂપ ધારણ કરી લીધું છે. અહીં વધુ 147 લોકોનાં મોત થયા છે. આ સાથે જ ઈરાનમાં કોરોનાનાં કારણે મૃતકોની સંખ્યા 1,135 પર પહોંચી ચુકી છે. વિદેશોમાં રહેતા ભારતીયોની વાત કરીએ તો કોરોનાનાં સૌથી વધારે કેસ ઈરાનમાં જ સામે આવ્યા છે. વિદેશ મંત્રાલયે લોકસભામાં જણાવ્યું કે, વિદેશોમાં 276 ભારતીય કોરોના વાયરસથી સંક્રમિત છે. આમાં સૌથી વધારે 255 કેસ ઈરાનમાં જ સામે આવ્યા છે. ભારતમાં પણ સતત તેના સંક્રમણના કેસ સામે આવી રહ્યાં છે. અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસના 153 કેસ સામે આવી ચુક્યા છે. વિદેશ મંત્રાલયે બુધવારે લોકસભામાં જણાવ્યું કે, વિદેશોમાં 276 ભારતીય કોરોનાથી સંક્રમિત છે.

વિદેશમાં 276 ભારતીય કોરોનાથી પીડિત

આ ઉપરાંત સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ)માં 12, ઇટાલીમાં 5, હોંગકોંગ, કુવૈત, રવાન્ડા અને શ્રીલંકામાં એક-એક ભારતીય આ ગંભીર વાયરસની ઝપેટમાં આવી ગયા છે. વિદેશ રાજ્ય મંત્રી વી.મુરલીધરને બુધવારે લોકસભામાં આ જાણકારી આપી હતી. તેમણે લોકસભામાં પૂછાયેલા એક સવાલનાં લેખિત જવાબમાં જણાવ્યું કે, વિદેશમાં આ સમયે 276 ભારતીય કોરોનાથી પીડિત છે. ઈરાનમાં સૌથી વધુ 255 કેસ સામે આવ્યા છે.

લોકસભામાં વિભિન્ન દળોએ સરકારને ભારતીયોનું રેસ્ક્યૂ કરવા કહ્યું

તેમણે જણાવ્યું કે, “સોમવારે ઈરાનથી 53 ભારતીયોનો ચોથો જથ્થો ભારત પરત ફર્યો અને આ સાથે કોરોના વાયરસથી પ્રભાવિત દેશથી કાઢવામાં આવેલા લોકોની કુલ સંખ્યા 389 થઈ ગઈ છે.” બુધવારે લોકસભામાં વિભિન્ન દળોનાં સભ્યોએ કોરોના વાયરસનાં પ્રકોપને કારણે ઇટાલી, ઈરાન, ફિલીપીન્સ અને મલેશિયામાં ફસાયેલા ભારતીયોને ત્યાંથી કાઢવા માટે સરકાર પાસે તત્કાલિક મદદની માગ કરી છે.

ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા વિદેશમાં

અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, “આ વિષય પર સરકાર તરફથી ગૃહમાં નિવેદન આપવામાં આવશે.” રિવોલ્યૂશનરી સોશલિસ્ટ પાર્ટીનાં એન.કે. પ્રેમચંદ્રને શૂન્યકાળમાં આ મામલો ઉઠાવતા કહ્યું કે, “કોરોના વાયરસને કારણે પ્રભાવિત દેશોથી વિમાનોનાં આવન-જાવન પર પ્રતિબંધને કારણે હજારો ભારતીય વિશેષ રૂપથી વિદ્યાર્થી ઇટાલી, ઈરાન, મલેશિયા અને ફિલીપીન્સમાં ફસાયા છે.” તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે આ ભારતીય નાગરિકોને પરત લાવવા માટે સંબંધિત દેશોમાં વિશેષ વિમાન મોકલવું જોઈએ.

મલેશિયામાં ફસાયા 300 ભારતીય વિદ્યાર્થીઓ

ભાજપનાં અજય મિશ્રા ટેનીએ પણ આ મુદ્દાને ઉઠાવતા કહ્યું કે, “વડાપ્રધાન મોદીએ આ દિશામાં જેટલું શાનદાર કામ કર્યું છે, તેની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે.” તેમણે કહ્યું કે, “હજારો ભારતીયોને બીજા દેશમાંથી પરત લાવવામાં આવ્યા છે. તેમણે સ્વાસ્થ્ય કર્મીઓ અને મીડિયાની ભૂમિકાની પ્રશંસા કરતા ગૃહમાં એક પ્રસ્તાવ પાસ કરવાનું પણ સૂચન આપ્યું હતું.” કોંગ્રેસનાં એ.ચેલ્લાકુમારે આ મુદ્દાને ઉઠાવતા કહ્યું કે, આજે પણ મલેશિયામાં 300 વિદ્યાર્થીઓ ફસાયેલા છે, ફિલીપીન્સમાં પણ ભારતીય લોકો ફસાયેલા છે અને તે દેશોની સરકારે લોકોને કાઢવા માટે 72 કલાકની સમય મર્યાદા આપી છે જે જલદી પૂરી થઈ જશે. આ લોકો ત્યાં ભોજન-પાણી વગર રહી રહ્યાં છે.”

મહારાષ્ટ્રનાં 8 હજાર વિદ્યાર્થીઓ ફિલિપિન્સમાં ફસાયા

તેમણે સરકારને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેમણે કહ્યું કે, “મનીલા, રોમ, ક્વાલાલંપુર અને ઇરાનમાં ભારતીય ફસાયેલા છે. તેમાં માછીમારો પણ સામેલ છે જે પીડિત છે.” તેમણે કેન્દ્ર સરકારને આ મામલામાં પગલાં ભરવા અને વિશેષ વિમાન મોકલવાની માગ કરી છે. અપક્ષ ઉમેદવાર નવીત કૌર રાણાએ કહ્યું કે, “ફિલિપિન્સમાં મોટી સખ્યામાં ભારતીય મેડિકલ વિદ્યાર્થી ફસાયેલા છે, જેમા 8000 મહારાષ્ટ્રનાં છે. તેમણે કહ્યું છે કે આવામાં સરકારે ભારતીયોને ત્યાંથી નીકાળવા માટે જલદી કાર્યવાહી શરૂ કરવી જોઇએ.”

આ વિડીયો પણ જુઓ: જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ યુવાનના જીવન માટે તારણહાર બન્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન