More likely to be divorced after marriage on Valentine's Day
  • Home
  • Newspaper
  • વેલેન્ટાઇન ડેના દિવસે થતાં લગ્ન બાદ છૂટાછેડાની સંભાવનાઓ વધુ

વેલેન્ટાઇન ડેના દિવસે થતાં લગ્ન બાદ છૂટાછેડાની સંભાવનાઓ વધુ

 | 9:00 am IST

વેલેન્ટાઇન ડે નજીક આવી રહ્યો છે અને મોટાભાગનાં કપલ્સને ૧૪ ફેબ્રુઆરીના દિવસે લગ્ન કરવાનું સ્વપ્ન હોય છે, પરંતુ તાજેતરમાં થયેલા એક સરવેમાંથી જાણવા મળ્યું છે કે, વેલેન્ટાઇન ડે ના દિવસે પ્રભુતામાં પગલાં પાડનારાઓમાં છૂટાછેડાની સંભાવના વધારે હોય છે. વધુ પડતા આવેગ ધરાવનારાઓ પોતના જીવનસાથી સાથે લગ્ન પહેલાં ઓછો સમય પસાર કરી શકે એવું એક અભ્યાસમાંથી જાણવા મળ્યું હતું. મેલબર્ન યુનિવર્સિટીએ કરેલા અભ્યાસ અનુસાર ૧૪ ફેબ્રુઆરીએ લગ્ન કરનારાઓમાં ૩૭ ટકા છૂટાછેડા થવાની સંભાવના હોય છે.

વેલેન્ટાઇન ડે સિવાયના દિવસોમાં લગ્ન કરનારાની રિલેશનશિપ વધુ મજબૂત હોય છે અને લાંબા સમય સુધી ટકી શકે છે. તા. ૧૪ ફેબ્રુઆરીના દિવસે લગ્ન કરનારામાંથી ૪૫ ટકાથી ઓછાં યુગલો પોતાનાં લગ્નની ત્રીજી વર્ષગાંઠ ઊજવે છે. બાકીના કેસમાં છૂટાછેડા થઈ જાય છે. આ અભ્યાસમાં ડચ યુગલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ યુગલોએ વેલેન્ટાઇને ડેના દિવસે લગ્ન કર્યાં હતાં. ત્રણ વર્ષમાં છ ટકા લોકોનું બ્રેકઅપ થઈ ગયું હતું જ્યારે અન્ય દિવસે લગ્ન કરનારાઓમાં આ ટકાવારી છ ટકાથી ઓછી જોવા મળી હતી.

સંશોધનકર્તાએ દાવો કર્યો હતો કે, વેલેન્ટાઇન ડેના દિવસે લગ્ન કરનારાઓ લગ્ન બાદ એક વર્ષ માંડ સાથે રહી શકે છે. આવાં લોકોમાં એકબીજા પ્રત્યેનાં કમિટમેન્ટનો અભાવ હોય છે. ધીમે ધીમે એકમેક પ્રત્યેનું આકર્ષણ ઓછું થતું જાય છે. એકબીજાની ટેવ પ્રત્યે અણગમો વધતાં અંતે છૂટા પડવાની સ્થિતિ પરિણમે છે, એટલે કે તા. ૧૪ ફેબ્રુઆરીના રોજ લગ્ન કરનારાઓમાં છૂટાછેડા થવાનાં જોખમનું પ્રમાણ વધારે હોય છે. વિશ્વનાં અનેક યુગલોમાં વેલન્ટાઇન ડેના દિવસે લગ્ન કરવાની તીવ્ર તમન્ના હોય છે. સરવેમાંથી જાણવા મળેલાં તથ્યો પ્રમાણે આ સિવાયની તારીખોમાં થયેલાં લગ્ન વેલેન્ટાઇન ડે કપલ્સ કરતાં વધારે લાંબા સમય સુધી ટકે છે.

લગ્ન બાદ જે આકર્ષણ હોવું જોઈએ એ રહેતું નથી

વેલેન્ટાઇન ડેના દિવસે લગ્ન કરનારાં યુગલો પર કરવામાં આવેલા આ સરવેમાં યુગલો વચ્ચેનાં કમિટમેન્ટ અને એકબીજા પ્રત્યેનાં આકર્ષણને ધ્યાનમાં લેવામાં આવ્યાં હતાં. લગ્ન બાદ શરૂઆતના દિવસોમાં બંને વચ્ચે જે આકર્ષણ રહેવું જોઈએ એ વેલેન્ટાઇન ડે કપલ્સમાં જોવા મળતું નથી. લંડનમાં વેલેન્ટાઇન ડેના દિવસે પ્રભુતામાં પગલાં પાડનારામાં લગ્ન પછીના એક વર્ષમાં એકબીજા પ્રત્યેનું કમિટમેન્ટ ઓછું થતંુ જોવા મળ્યું હતું. કમિન્ટમેન્ટના અને સમજણના અભાવે બ્રેકનું પરિણામ આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન