More paramilitary troops are being deployed in jammu Kashmir
  • Home
  • Featured
  • કાશ્મીરમાં આતંકીઓનો સફાયો કરવાનો એક્શન પ્લાન તૈયાર

કાશ્મીરમાં આતંકીઓનો સફાયો કરવાનો એક્શન પ્લાન તૈયાર

 | 9:16 pm IST
  • Share

  • શ્રીનગરના કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા બંધ
  • બાઈકોના ડોક્યૂમેન્ટ તપાસી રહી છે પોલીસ
  • સુરક્ષા અધિકારીઓએ આ પગલા અંગે ટિપ્પણી કરી નથી

કાશ્મીરમાં છેલ્લા બે અઠવાડિયાથી આતંકવાદીઓ તરફથી સામાન્ય લોકોની હત્યા કરવામાં આવી રહી છે, જેને લઈને અંદાજે 8 વર્ષ બાદ શહેરના રસ્તા પર સુરક્ષા બંકરોની વાપસી થઈ રહી છે. એટલુ જ નહીં અર્ધસૈનિકદળના વધુ જવાનો તૈનાત કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય સશસ્ત્ર અર્ધસૈનિક દળ(CRPF) તરફથી શ્રીનગરના અનેક વિસ્તારમાં સુરક્ષા બંકર બનાવવામાં આવી રહ્યા છે,જ્યાં કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિમાં સમગ્ર સુધારા બાદ 2011 અને 2014ની વચ્ચે તેને હટાવી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:ધારા-370 હટ્યા બાદ ગૃહમંત્રી પહેલીવાર કાશ્મીર પ્રવાસે, જાણો શિડ્યૂલ

અર્ધસૈનિક દળોની 50 કંપની તૈનાત કરવામાં આવી

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ બંકરોનું નિર્માણ અને વધુ જવાનોની તૈનાતી આતંકવાદીઓની મુક્ત અવર જવરને રોકવા માટે કરવામાં આવી રહી છે. નોંધનિય છે કે તાજેતરમાં બનેલી આતંકી ઘટનામાં એ સામે આવ્યું છે કે આતંકીઓ હુમલો કર્યા બાદ પળવારમાં એક સ્થળેથી બીજા સ્થળે ચાલ્યા જાય છે, જેને માત્ર તે વિસ્તારમાં વર્ચસ્વ સ્થાપિત કરીને અને તેમની મુક્ત અવર જવર પર અંકુશ લગાવીને જ રોકી શકાય છે. સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે, સામાન્ય લોકોની હત્યાને ધ્યાનમાં રાખીને ખીણમાં ખાસ કરીને શ્રીનગરમાં સુરક્ષા તંત્રને મજબૂત કરવા માટે વધારાના અર્ધસૈનિક દળોની 50 કંપની તૈનાત કરવામાં આવી રહી છે.

એરપોર્ટ માર્ગ પર બનાવવામાં આવી રહ્યા છે બંકરો

વર્ષ 2010માં કાશ્મીરનો પ્રવાસ કરનાર એક સર્વદળીય પ્રતિનિધિ મંડળ દ્વારા કરવામાં આવેલી ભલામણ પર શ્રીનગરમાં 50થી વધુ સુરક્ષા ચોકીઓ અને બંકર હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારે સ્થિતિમાં એ હદે સુધારો થયો હતો કે, તત્કાલિન કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદંબરમે તબક્કાવાર સશસ્ત્રદળ વિશેષ અધિકાર અધિનિયમ(આફ્સપા)ને કેન્સલ કરવાના પક્ષમાં માનવામાં આવતું હતું. જો કે આ વખતે તે જગ્યાઓ પર પણ બંકર બનાવવામાં આવી રહ્યા છે જ્યાં 1990ના દશકામાં ખીણમાં આતંકવાદ ટોચ પર હતો ત્યારે પણ કોઈ વસ્તુ ત્યાં હાજર નહોતી. હાલમાં શ્રીનગર એરપોર્ટ રોડ પર બરજુલ્લા પુલ પર એવા બે બંકરો બનાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો