More Patients Than Beds in India Faces Surge in Virus Cases
  • Home
  • Corona live
  • ભારતમાં કોરોના બન્યો કાળમુખો, યુવાઓને ખાસ ચેતવણી, 2 મહિના પછીનું ચિત્ર થથરાવી મુકશે

ભારતમાં કોરોના બન્યો કાળમુખો, યુવાઓને ખાસ ચેતવણી, 2 મહિના પછીનું ચિત્ર થથરાવી મુકશે

 | 12:08 am IST

કોરોના વાયરસ ભારતમાં દિવસે ને દિવસે વધુ ભયાનક સ્વરૂપ લઈ રહ્યો છે. તેમાં પણ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તો આ વાયરસે રીતસરનો કાળો કેર મચાવ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે. વૈજ્ઞાનિકોએ ભારતને લઈને આશંકા વ્યક્ત કરી છે કે, આગામી સમયમાં કોરોના વધારે ભાયનક સ્વરૂપ ધારણ કરી શકે છે.

આ ઉપરાંત કોરોના વાયરસની વધુ એક ગંભીર બાબત એ છે કે, તે ભારતમાં યુવાઓને વધારે નિશાન બનાવી રહ્યો છે. રિપોર્ટ મુજબ ભારતમાં હોસ્પિટલોમાં દાખલ થનારા કોરોના દર્દીઓમાં યુવાનોની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં જે પણ દેશ કોરોના હોટસ્પોટ્સ બન્યા હતા ત્યાં યુવાઓમાં કોરોના સંક્રમણની અસર સૌથી ઓછી હતી. જ્યારે ભારતમાં આ સંખ્યા ચિંતાજનક છે.

ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં 1.39 લાખથી વધુ લોકોનાને કારણે સંક્રમિત થયા છે. અને આ વાયરસને લઈને 4000થી વધારે લોકોના મોત થયા છે. આ બધામાં સૌથી ભયાનક બાબત એ છે કે ભારતમાં કોરોના વાયરસ યુવાનો પર વધુ ઝડપથી હુમલો કરવા માંડ્યો છે. એક રિપોર્ટ મુજબ, ભારત અને બ્રાઝિલ જેવા વિકાસશીલ દેશો હવે કોરોનાના નવા હોટસ્પોટ વિસ્તારો બની રહ્યા છે. કોરોના વાયરસે હવે યુવાનોને સંક્રમિત કરી રહ્યો છે. જ્યારે ભારત અને બ્રાઝીલમાં તેનાથી તદ્દન ઉલટું છે. આ બંને દેશોમાં કોરોના વાયરસની સૌથી વધુ અસર યુવાનો પર જોવા મળી છે.

રિપોર્ટ પ્રમાણે બ્રાઝિલમાં કોરોના મહામારીને કારણે મરનારા લોકોમાં 50 વર્ષથી ઓછી ઉમંરના 5 ટકા લોકો છે. જે ઈટાલી અને સ્પેન જેવા દેશોથી 10 ગણા વધારે છે. આ આંકડા ભારતમાં તેનાથી પણ વધુ ભયાનક છે. ભારતમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોમાંથી 50 ટકાથી વધુની ઉંમર 60 વર્ષથી ઓછી છે. રિપોર્ટમાં ભારતને કોરોના મહામારીનું આગળનું નવું હોટસ્પોટ બતાવવામાં આવ્યું છે.

ભારત વિશ્વભરમાં કોરોના વાયરસ હોટસ્પોટમાંનો એક દેશ બની ગયો છે. અહીં સંક્રમણના કેસો 1.40 લાખ નજીક પહોંચી ગયા છે. ભારત હવે કોરોના દર્દીઓની સંખ્યામાં ઈરાનને પાછળ છોડી ગયું છે. કોરોના મહામારીમાં સૌથી વધારે કેસમાં વિશ્વમાં ભારત હવે ટોપ -10 દેશોની યાદીમાં આવી ગયું છે.

મિશિગન યુનિવર્સિટી અને જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીએ કોરોના મોડેલ દ્વારા ચેતવણી આપી છે કે ભારતમાં જુલાઈના પહેલા અઠવાડિયા સુધીમાં 21 લાખ લોકો સંક્રમણનો શિકાર બની શકે છે. જે ભારત માટે ચિંતાજનક બાબત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન