More spicy food may be expensive, the risk of this dementia disease may increase
  • Home
  • Featured
  • વધારે તીખુ ખાવું પડી શકે છે મોંઘું, થઇ શકે છે આ ગંભીર બીમારી

વધારે તીખુ ખાવું પડી શકે છે મોંઘું, થઇ શકે છે આ ગંભીર બીમારી

 | 4:01 pm IST

ઘણા લોકોને તીખુ ખાવાની આદત હોય છે તે તીખુ ખાવાના એટલી હદે શોખીન હોય છે કે એક તરફ તેમનાથી તે પીડી સહન નથી થતી આંખમાંથી પાણી નીકળવા લાગે છે. ત્યારે બીજી તરફ તેમનુ ખાવાનું બંધ થતુ નથી.

દર વર્ષે સ્કૉટલેન્ડમાં તીખુ ખાવાની હરિફાઇ હોય છે જેમા દુનિયાની સૌથી તીખી ડિશ કહેવામાં આવતી ‘કિલર કરી’ ખાવાની હોય છે જેમા ઘણા લોકો ભાગ લે છે. પરંતુ ગત વર્ષના આયોજન દરમિયાન હરીફે આ ડિશને ખાધા બાદ જમીન પર પડી ગયો અને બૂમ પાડવા લાગ્યો. તે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યા. એવામાં જો તમને તીખુ ખાવાનું વધારે પસંદ છે તો ચેતી જજો. એક અભ્યાસનો દાવો છે કે રોજ 50 ગ્રામથી વધારે મરચું ખાવાથી ડિમેંશિયાના રોગનો ખતરો વધી શકે છે.

શુ છે ડિમેંશિયા?

ડિમેંશિયા એક માનસિક બીમારી છે. ડિમેંશિયાના લક્ષણ ઘણા રોગનું કારણ બની શકે છે. આ દરેક રોગ મગજને નુકસાન પહોંચાડે છે. ડિમેંશિયાના દર્દીની યાદશક્તિ કમજોર હોય છે.

ડિમેંશિયાના લક્ષણ

– જરૂરી કમ ભૂલી જવું, ખાસ કરીને હાલમાં થયેલી ઘટનાઓ તરત જ ભુલી જવી.
– પોતાનામાં જ ગુમસુમ રહેલું, અન્ય લોકો સાથે મળવું નહીં. દરેક વાતમાં ચૂપ રહેવું
– નાની-નાની વાત પર કે કોઇ કારણ વગર ગુસ્સો કરવો, બૂમો પાડવી, રડવું

કતર યુનિવર્સિટીના શોધકર્તા જુમિન સીના નેતૃત્વમાં 55 વર્ષથી વધારે ઉંમર વાળા 4572 ચીની લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો. જેમા તે લોકોની યાદશક્તિમાં ઝડપથી ઘટાડો જોવા મળ્યોય જે લાંબા સમયથી રોજ 50 ગ્રામથી વધારે મરચું ખાતા હતા. 50 ગ્રામથી વધારે મરચું ખાનારા લોકોની યાદશક્તિ બમણો ઘટાડો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન