More than 1 lakh new cases in 24 hours in the America
  • Home
  • Corona
  • અમેરિકામાં 24 કલાકમાં 1 લાખથી વધુ નવા કેસ, જર્મનીમાં પણ 74,000 સંક્રમિત

અમેરિકામાં 24 કલાકમાં 1 લાખથી વધુ નવા કેસ, જર્મનીમાં પણ 74,000 સંક્રમિત

 | 7:27 am IST
  • Share

  • પશ્ચિમી દેશોમાં કોરોનાના નવા કેસોમાં મોટાપાયે વધારાથી ચિંતા

  • આખી દુનિયામાં કોરોનાનાં કુલ કેસ 26 કરોડની નજીક, 51.96 લાખનાં મોત


વિશ્વમાં કોરોનાનાં કેસ 25 કરોડની નજીક પહોંચ્યા છે. અત્યાર સુધીમાં 25.99 કરોડ કરતા વધુ કેસ નોંધાયા છે. 51.96 લાખનાં મોત થયા છે. 23.50 કરોડથી વધુ દર્દીઓ સાજા થયા છે. એકિટ્વ કેસની સંખ્યા 1.97 કરોડ છે. છેલ્લા 24 કલાકમાં નવા 6,38,109 કેસ નોંધાયા છે અને 8270નાં મોત થયા છે.

મહત્ત્વની વાત એ છે કે, અમેરિકામાં સ્કુલો ખુલ્યા પછી બાળકોમાં સંક્રમણ વધ્યું છે. દોઢ બે વર્ષમાં અત્યાર સુધીમાં ત્યાં 60 લાખથી વધુ બાળકો સંક્રમિત થયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં નવા 1,04, 819 કેસ નોંધાયા છે અને 1594નાં મોત થયા છે. આ ઉપરાંત યુરોપનાં દેશોમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. જર્મનીમાં છેલ્લા 24 કલાકમાં નવા 73,887 કેસ નોંધાયા છે જે એક જ દિવસમાં પ્રકાશમાં આવેલા સૌથી વધુ કેસ છે. યુકેમાં છેલ્લા 24 કલાકમાં નવા 43676 કેસ નોંધાયા છે જ્યારે ફ્રાન્સમાં 32591 નવા કેસ આવ્યા છે. ઈટાલીમાં 12448 તેમજ પોલેન્ડમાં નવા 28395 કેસ નોંધાયા છે.

આ ઉપરાંત દક્ષિણ આફ્રિકામાં દરરોજ 100થી વધુ નવા કેસ આવી રહ્યા છે. જેમાં ગૌટાંગ પ્રાંતમાં 90 ટકા કેસ B.1.1.1.529નાં હોઈ શકે છે. સાઉથ આફ્રિકામાં આ વર્ષે જ નવો C.1.2 વેરિઅન્ટ પણ મળી આવ્યો હતો જો કે વધુ પ્રભાવક ન હતો.

યુરોપમાં 5થી 11 વર્ષનાં બાળકોને ફાઈઝરની વેકિસન આપવા મંજૂરી અપાઈ છે. અમેરિકા અને ઈઝરાયેલમાં પણ ફાઈઝરની વેક્સિન બાળકોને અપાઈ રહી છે. કેનેડામાં 75 ટકાને સંપૂર્ણ વેકિસન અપાઈ છે ચીન અને યુએઈ તેમજ કોલંબિયામાં 12 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને ચીનની વેકિસન અપાઈ રહી છે. રશિયામાં 33796 કેસ પ્રકાશમાં આવ્યા છે.

                       

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો