More than 100 Myanmar nationals arrived in the Indian state of Mizoram
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મ્યાનમારમાં સેના અને નાગરિકો વચ્ચે અથડામણ, 100થી વધુ લોકો ભાગીને મિઝોરમ પહોંચ્યા

મ્યાનમારમાં સેના અને નાગરિકો વચ્ચે અથડામણ, 100થી વધુ લોકો ભાગીને મિઝોરમ પહોંચ્યા

 | 6:29 pm IST
  • Share

મ્યાનમારમાં સેના અને નાગરિકો વચ્ચે વધતા સંઘર્ષ વચ્ચે 100થી વધુ નાગરિકો સરહદ નજીક આવેલા ભારતીય રાજ્ય મિઝોરમમાં આવી ગયા છે. આ અંગે મિઝોરમના ગૃહમંત્રી લાલ ચામલીયાનાએ જણાવ્યું હતું કે હાલમાં ચોક્કસ આંકડાઓ નથી, પરંતુ રાજ્યના બે જિલ્લાઓમાં મ્યાનમારના નાગરિકો આવ્યા છે.

એક અહેવાલ મુજબ, ગૃહમંત્રીએ કહ્યું, છેલ્લા કેટલાક દિવસોમાં મ્યાનમારથી સેંકડો નાગરિકો ભારતીય રાજ્ય મિઝોરમમાં પ્રવેશ્યા છે. પરંતુ મ્યાનમારથી મિઝોરમ આવતા લોકોનો ચોક્કસ આંકડો નથી, કારણ કે હું હાલમાં ક્વારન્ટાઇનમાં છું. હિંસાથી બચીને કેટલાક નાગરિકો મિઝોરમ પહોંચ્યા છે.

નોંધનિય છે કે, આ વર્ષે માર્ચ મહિનાથી મ્યાનમારમાં સેના અને નાગરિકો વચ્ચે અથડામણો ચાલી રહી છે. જેના કારણે અત્યાર સુધીમાં હજારો સામાન્ય નાગરિકો મિઝોરમ આવી ચૂક્યા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, મ્યાનમારના લગભગ 10 હજાર લોકો મિઝોરમમાં રહે છે.

તમને જણાવી દઈએ કે, મ્યાનમારમાં ફરી એકવાર સરકારી સૈનિકો અને રેજિસ્ટેંસ ફોર્સ વચ્ચે લડાઈ શરૂ થઈ છે. એક અહેવાલમાં શુક્રવારે કહેવામાં આવ્યું હતુ કે, જુલાઈ પછી સરકારી સૈનિકો અને રેજીસ્ટેંસ ફોર્સ વચ્ચે ભીષણ લડાઈ થઈ છે. આ લડાઈમાં કેટલાક કિશોરો સહિત 15થી 20 ગ્રામજનો માર્યા ગયા છે. ગુરુવારે ઉત્તર-પશ્ચિમ મેગવે ટાઉનશીપ પાસે લડાઈ શરૂ થઈ. આ લડાઈના બે દિવસ પહેલા, ‘રાષ્ટ્રીય એકતા સરકાર’ દ્વારા દેશવ્યાપી બળવાનું એલાન આપવામાં આવ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો