more than 100 tcs employees get over 1 crore salary
  • Home
  • Business
  • ભારતની આ કંપનીમાં 100થી વધુ કર્મચારીઓનો પગાર રૂપિયા 1 કરોડથી વધુ

ભારતની આ કંપનીમાં 100થી વધુ કર્મચારીઓનો પગાર રૂપિયા 1 કરોડથી વધુ

 | 4:30 pm IST

ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ (ટીસીએસ) માં આવા કર્મચારીઓની સંખ્યા 100 થી વધી ગઈ છે, જેની વાર્ષિક આવક રૂ. 1 કરોડથી વધુ છે. આ માહિતી સૂત્ર દ્વારા આપવામાં આવી છે. આમાંથી ચોથા ભાગના કર્મચારીઓએ દેશની સૌથી મોટી આઇટી કંપનીમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. 2017માં ટીસીએસના 91 કરોડપતિ લોકો હતા, જે 2019 માં નાણાકીય વર્ષમાં 103 થઈ થયા છે. આ આંકડામાં સીઇઓ રાજેશ ગોપીનાથન અને સીઓઓ એનજી સુબ્રમણ્યમ શામેલ નથી. ભારતથી બહારની કર્મચારીઓને પણ આમાં સમાવેલ કરવામાં આવ્યા નથી. આઇટી સેક્ટરની અન્ય એક કંપની ઇન્ફોસિસમાં 60 થી વધુ કર્મચારીઓ 1.02 કરોડથી વધુની કમાણી કરી રહ્યા છે. ઇન્ફોસિસની જેમ ટીસીએસના કોમ્પેન્સેશનમાં સ્ટોક કમ્પોનેન્ટ સામેલ નથી.

ટીસીએસ લાઇફ સાયન્સિસ, હેલ્થકેર અને પબ્લિક સર્વિસીસ બિઝનેસના હેડ દેબાશીષ ઘોષને વાર્ષિક રૂ. 4.7 કરોડ મળે છે. બિઝનેસ અને ટેક્નોલોજી સર્વિસના વડા કૃષ્ણન રામાનુજમની વાર્ષિક આવક 4.1 કરોડ રૂપિયા છે. કંપનીના બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને વીમા વ્યવસાયના હેડ કૃથિવાસનને 4.3 કરડો રૂપિયા પગાર મળે છે. ટીસીએસ વાર્ષિક અહેવાલમાં આ પ્રકાશિત કરતું નથી. કંપનીએ આનો જવાબ પણ આપ્યો નથી.

રસપ્રદ વાત એ છે કે, કંપનીના સૌથી જૂના કર્મચારીને 1 કરોડ રૂપિયાથી વધુ વેતન મળે છે, 72 વર્ષીય બરિન્દ્રા સન્યાલ ફાઇનાન્સના વાઇસ પ્રેસિડેન્ટ છે. વિશ્લેષકોનું કહેવું છે કે ટીસીએસની સફળતા માટેનું કારણ વરિષ્ઠ નેતૃત્વમાં સ્થિરતા છે. મુંબઇ સ્થિત એક બ્રોકરેજના વિશ્લેષકે જણાવ્યું હતું કે, ટીસીએસમાં વરિષ્ઠ અધિકારીઓમાં જોડાવાની દર પણ સારી છે. તેમણે કારકિર્દીના વિકાસ માટે આ માર્ગ બનાવ્યો છે કે લોકોને કંપની છોડવાની જરૂર નથી લાગતી. નેતૃત્વની પદ્ધતિ તેમને વધુ વિકેન્દ્રિત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન