વારાણસીમાં નિર્માણધીન પુલ તૂટી પડ્યો, 16ના મોત, ડઝનબંધ ફસાયા - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • વારાણસીમાં નિર્માણધીન પુલ તૂટી પડ્યો, 16ના મોત, ડઝનબંધ ફસાયા

વારાણસીમાં નિર્માણધીન પુલ તૂટી પડ્યો, 16ના મોત, ડઝનબંધ ફસાયા

 | 7:01 pm IST

વારાણસીના કેન્ટ એરિયામાં નિર્માણાધીન પુલ તૂટતા એક મોટો અકસ્માત થયાની વાત સામે આવી છે. અહીં બની રહેલા ફલાયઓવરનો એક ભાગ અચાનક જ તૂટી ગયો અને તેની નીચે મોટી સંખ્યામાં લોકો અને ગાડીઓ દબાય ગઇ. અકસ્માતમાં 16થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો કાટમાળની નીચે દબાયાની માહિતી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત પર દુ:ખ વ્યકત કરાતા અધિકારીઓને તરત જ દોડીને સ્થળ પર પહોંચી કાર્યવાહી કરવાનું કહ્યું છે.

કેન્ટ વિસ્તારમાં ફ્લાયઓવરનું બાંધકામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. મંગળવાર સાંજે અચાનક આ પુલનો એક ભાગ તૂટીને નીચે પડી ગયો. તેની નીચે ઉભેલી ગાડીઓ સહિત કેટલાંય લોકો પુલની નીચે દબાઇ ગયા. અત્યારસુધીમાં 12થી વધુ લોકોના મોતની માહિતી સામે આવી રહી છે. જ્યારે કેટલાંય લોકો કાટમાળમાં દબાયા છે. કાટમાળની નીચે કાર, ઑટો અને દ્વિચક્રી વાહનો અને ગાડીઓ સહિત કેટલાંય વાહન દબાયેલા છે જેમાં માણસો હોઇ શકે છે.

કેટલાંય લોકો હજુ પણ કાટમાળમાં દબાયેલા
કેન્ટ રેલવે સ્ટેશનની પાસે સર્જાયેલા આ અકસ્માતમાં નીચે ઉભેલી ગાડીઓ બહુ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ, ભારે પુલના કાટમાળમાં દબાયેલા કેટલાંય લોકોને જીવ ગુમાવવા પડ્યા. કાટમાળમાંથી લોકોને કાઢવા માટે તરત જ બચાવ કાર્ય શરૂ કરી દેવાયું છે. ઉત્તરપ્રદેશના પોલીસ ડીજીપી ઓપી સિંહે કહ્યું કે તરત બચાવ ટીમને મોકલીને લોકોને નીકાળવાનું કામ શરૂ કરી દીધું છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો અકસ્માતમાં બચાવ માટે પહોંચી છે અને લોકોને નીકળવાની કોશિષ ચાલુ છે. સીએમ યોગી આદિત્યનાથે અકસ્માત પર શોક વ્યકત કર્યો છે.