more than 3 lakh android users downloaded banking trojan malware
  • Home
  • Tech
  • 3 લાખથી વધુ એન્ડ્રોઇડ યુઝર્સે ડાઉનલોડ કરી આ ખતરનાક એપ્સ

3 લાખથી વધુ એન્ડ્રોઇડ યુઝર્સે ડાઉનલોડ કરી આ ખતરનાક એપ્સ

 | 12:35 pm IST
  • Share

  • Google Play Store પર મળી આવી કેટલીક બેંકિંગ ટ્રોજન એપ્સ

  • 3 લાખથી વધુ યુઝર્સ કરી ચુક્યા છે આવી એપ્સ ડાઉનલોડ

સંશોધકોએ ગૂગલ પ્લે સ્ટોરની કેટલીક એવી બેંકિંગ ટ્રોજન એપ્સ શોધી કાઢી છે, જેને 300,000થી વધુ એન્ડ્રોઇડ યુઝર્સે ડાઉનલોડ કરી છે. આ એપ્સ યુઝરનો પાસવર્ડ, ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન કોડ, લોગ્ડ કીસ્ટ્રોક અને સ્ક્રીનશોટ લેવા સક્ષમ છે. આ એપ્સમાં QR સ્કેનર, PDF સ્કેનર અને Cryptocurrency Wallet છે, જે ચાર અલગ-અલગ એન્ડ્રોઇડ માલવેર ફેમિલી સાથે સંબંધિત છે અને ચાર મહિનામાં વિતરિત કરવામાં આવી હતી.

આ એપ્લિકેશન્સે તેના માર્કેટપ્લેસમાં Google દ્વારા બનાવવામાં આવેલા પ્રતિબંધોને ટાળવા માટે ઘણી યુક્તિઓનો ઉપયોગ કર્યો હતો. આ વિશે માહિતી આપતા ThreatFabric ના સાયબર સિક્યોરિટી રિસર્ચરે કહ્યું કે આ એપ્સ ઘણીવાર એવા ફંક્શન સાથે આવે છે, જેની યુઝર્સને શંકાસ્પદ થવાથી બચાવવા માટે જાહેરાત કરવામાં આવે છે.

દરેક કિસ્સામાં, એપનો માલિશીયસ ઈરાદો છુપાયેલો હોય છે અને એપ ઇન્સ્ટોલ થયા પછી જ માલવેર પહોંચાડવાની પ્રક્રિયા શરૂ થાય છે, જેથી તેઓ Play Store ડિટેકશનથી બચી શકે.

આ છે સૌથી ખતરનાક માલવેર

ચાર માલવેર ફેમિલીમાંથી સૌથી વધુ નુકસાનકારક માલવેર એ Anatsa છે, જે 200,000 થી વધુ Android યુઝર્સ દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે. સંશોધકોએ આને એડવાન્સ બેંકિંગ ટ્રોજનનું નામ આપ્યું છે, જે યુઝરનેમ અને પાસવર્ડ ચોરી શકે છે, યુઝરની સ્ક્રીન પર દેખાતી લૉગિન ઍક્સેસિબિલિટી કૅપ્ચર કરી શકે છે અને keylogger એટેકરને ફોન પર દાખલ કરેલી બધી માહિતી રેકોર્ડ કરવાની પરવાનગી આપે છે.

ThreatFabric એ Google ને બધી માલિશીયસ એપ્લિકેશન્સની જાણ કરી છે, અને બની શકે કે તે રીવ્યુના તબક્કામાં હોઈ શકે છે અથવા હટાવી દેવામાં આવી છે.

સાયબર અપરાધીઓ મોબાઇલ માલવેરને પહોંચાડવા માટે સુરક્ષાને બાયપાસ કરવાના માર્ગો શોધવાનો સતત પ્રયાસ કરશે, જે સાયબર અપરાધીઓ માટે વધુને વધુ આકર્ષક થઈ રહ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો